Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- China: ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પીએમ મોદીને મળ્યા, તેમને SCO સમિટમાં આમંત્રણ આપ્યું
- ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં AAP વિપક્ષી ઉમેદવારને ટેકો આપશે
- Mumbai: વીજળી વગર રસ્તાની વચ્ચે જ મોનોરેલ બંધ થઈ; ક્રેન દ્વારા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા
- Donald trump: ડોનાલ્ડ ટ્રમ્પના ગુરુ કોણ છે? કોની સલાહ પર ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો હતો
- NCERT ઓપરેશન સિંદૂર પર ખાસ મોડ્યુલ રજૂ કરે છે; ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકોમાં શામેલ છે