Corona Case in Rajkot: શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના ચાર નવા કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા પાંચ થઈ ગઈ છે. તમામ દર્દીઓની સામાન્ય સ્થિતિ વચ્ચે પહેલો દર્દી સ્વસ્થ થઈ ગયો છે.
19 મેના રોજ માવડીના એક વિસ્તારમાં કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક સર્વેક્ષણ કાર્ય હાથ ધર્યું હતું. ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા આ દર્દીને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો હતો અને હવે તે કોરોના મુક્ત છે. આ વિસ્તારમાંથી બીજો કોઈ કેસ નોંધાયો નથી.
23 મેના રોજ 39 વર્ષીય મહિલાને કોરોના હોવાનું નિદાન થયું હતું. તે શિવ પાર્ક વિસ્તારમાં રહે છે. 24 મેના રોજ બે કેસ નોંધાયા હતા, જેમાં ગોવિંદનગરમાં રહેતા ૭૪ વર્ષીય પુરુષ અને સિલ્વર સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સોમવારે રૈયા રોડ પર શિવાજી પાર્ક વિસ્તારમાં એક નવો કેસ નોંધાયો હતો. આ રીતે રાજકોટમાં આઠ દિવસમાં કુલ પાંચ કોરોના દર્દીઓ નોંધાયા છે. બધા નવા દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. આરોગ્ય વિભાગની ટીમે આ વિસ્તારોમાં સર્વેક્ષણનું કામ શરૂ કર્યું. પરંતુ કોઈ નવો દર્દી મળ્યો નહીં.