Manish Sisodia News: સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ચોકડી ગામે તથા મુળી તાલુકાના બગડીયા ગામે તથા ચોટીલા ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓને દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી Manish Sisodiaએ હાજરી આપી હતી. આ ગામોમાં યોજાયેલ જનસભામાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આમ આદમી પાર્ટીને જંગી સમર્થન આપ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, સ્ટેજ પર બેઠેલા અમારા ઉમેદવારો ફક્ત વોટ માંગવાવાળા લોકો નથી પરંતુ તમારા માટે લડવા વાળા લોકો છે, અમારા લોકો ખેડૂતો માટે લડતા લડતા જેલ જઈ આવ્યા છે. ભાજપની 30 વર્ષની સરકારમાં સૌરાષ્ટ્રમાં સારા રોડ પણ નથી બન્યા અને સ્કૂલ-હોસ્પિટલની વાત તો બહુ દૂરની રહી. અહીંના ખેડૂતોને પૂરતો ભાવ નથી મળતો અને બાળકોને સારું શિક્ષણ નથી મળતું. ભાજપના નેતાઓ વિચારે છે કે સૌરાષ્ટ્રની જનતા તેમની ગુલામ છે. પરંતુ અહીંના લોકો કોઈના ગુલામ નથી અને અહીંના લોકો પોતાના વોટની તાકાતને જાણે છે, અત્યાર સુધી લોકો પાસે કોઈ વિકલ્પ ન હતો. અત્યારે પહેલીવાર ગુજરાતમાં એક એવી પાર્ટી આવી છે જે ભાજપથી ડરતી નથી. લોકો કહી રહ્યા છે કે “અમે ગુલામ નથી અને હવે ભાજપને વોટ નહીં આપીયે, હવે સાવરણો ચાલશે”. સુરતના લોકોએ મને જણાવ્યું કે ભાજપના લોકો ગુંડાગર્દી કરીને વોટ લે છે, હકીકતમાં લોકો એમને વોટ આપવા માંગતા નથી. આ વખતે હું ગેરંટી સાથે કહું છું કે સુરતમાં આમ આદમી પાર્ટી જીતવાની છે.
વધુમાં AAP નેતા મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપના નેતાઓને જનતા દોડાવી રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પાછળ ભાજપે પોલીસ દોડાવી છે અને અનેક નેતાઓને પકડી લેવામાં આવે છે. ભાજપના નેતાઓ ડરાવે ધમકાવે છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ સ્કૂલ અને હોસ્પિટલ રોડ રસ્તા બનાવવાની વાત કરે છે, અમે ખેડૂતો માટે વાત કરીએ છીએ. 30 વર્ષમાં ભાજપે આ વિસ્તારમાં એક સારી સરકારી સ્કૂલ બનાવવી હોય તો મને બતાવો. અમે દિલ્હીમાં શાનદાર સ્કૂલ હોસ્પિટલો બનાવી અને મફતમાં વીજળી આપી, જેથી લોકોનો ફાયદો થયો અને લોકોના વેપાર ધંધા વધ્યા. જેના કારણે દસ વર્ષ પહેલા દિલ્હીમાં માથાદીઠ આવક બે લાખ હતી, એ અમારા દસ વર્ષની સરકાર બાદ સાડા પાંચ લાખ થઈ ગઈ. ગુજરાતમાં 30 વર્ષની સરકાર બાદ માથાદીઠ આવક ત્રણ લાખ છે. ગુજરાતનો એક ખેડૂત એક મહિનામાં 12000 કમાય છે અને પંજાબનો એક ખેડૂત મહિનામાં 26,000 કમાઈ છે, એવો ભારત સરકારનો ડેટા કહે છે. કારણકે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે. પંજાબમાં પૂર આવ્યું ત્યારે આખા દેશમાં સૌથી વધારે એવું 20 હજાર રૂપિયા પ્રતિ એકડનું વળતર અમે ખેડૂતોને ચૂકવ્યું. પંજાબમાં પહેલા રાત્રે ખેડૂતોને વીજળી આપવામાં આવતી હતી પરંતુ અમારી સરકાર આવ્યા બાદ અમે દિવસના સમયે ખેડૂતોને વીજળી આપવાનું શરૂ કર્યું. પંજાબમાં ખેડૂતોને MSPના ભાવ પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે છે. તો મૂળ વાત એ છે કે આપણે સાથે મળીને હવે ભાજપને બતાવવાનું છે કે ગુજરાતના લોકો ભાજપના ગુલામ નથી. અંતમાં એટલું જ કહીશ કે જો ગુજરાત અને સૌરાષ્ટ્રને બચાવવા માંગતા હો તો આ વખતે સાવરણા (ઝાડુ)ના બટન પર પોતાનો વોટ આપો.




