Delhi વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના 8 ધારાસભ્યો અને કેટલાક વર્તમાન અને ભૂતપૂર્વ કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે. ચૂંટણી પહેલા આટલી મોટી સંખ્યામાં AAP નેતાઓનું ભાજપમાં જોડાવાથી કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે.

AAP ના કયા નેતાઓ ભાજપમાં જોડાયા?

ભાવના ગૌર, પાલમના ધારાસભ્ય (બે વખત ધારાસભ્ય)

કસ્તુરબા નગરથી ત્રણ વખત ધારાસભ્ય બનેલા મદન લાલ

ગિરીશ સોની, ત્રણ વખત ધારાસભ્ય

રાજેશ ઋષિ, બે વખત ધારાસભ્ય

નરેશ યાદવ, ધારાસભ્ય

પવન શર્મા, ધારાસભ્ય

રોહિત મેહરોલિયા, ધારાસભ્ય

બિજેન્દ્ર ગર્ગ, ભૂતપૂર્વ ધારાસભ્ય

અજય રાય, મ્યુનિસિપલ કાઉન્સિલર