નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય જવાબ આપવામાં આવશે.આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, શ્રી મોદીએ આ મહિનાની 22મી તારીખે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ હુમલો આતંકવાદીઓની હતાશા અને કાયરતા દર્શાવે છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પરત ફરી રહી છે, લોકશાહી મજબૂત થઈ રહી છે અને પ્રવાસીઓ રેકોર્ડ દરે વધી રહ્યા છે. તેનાથી ભારત અને જમ્મુ અને કાશ્મીરના દુશ્મનો ખુશ નથી તેમ પણ તેમણે કહ્યું હતું

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ સામેના આ યુદ્ધમાં સૌથી મોટી તાકાત દેશની એકતા અને 140 કરોડ ભારતીયોની એકતા છે. તેમણે ઉમેર્યું હતું કે આ એકતા આતંકવાદ સામે દેશની નિર્ણાયક લડાઈનો આધાર છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાંથી સતત સંવેદનાઓ આવી રહી છે. તેમણે કહ્યું કે વૈશ્વિક નેતાઓએ આ જઘન્ય આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા પત્રો લખ્યા છે.
પ્રધાનમંત્રીએ બે દિવસ પહેલા અવસાન પામેલા ડૉ. કે. કસ્તુરીરંગનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, અને કહ્યું હતું કે રાષ્ટ્રએ એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યો છે. તેમણે કહ્યું કે ડૉ. કસ્તુરીરંગનનું વિજ્ઞાન, શિક્ષણ અને ભારતના અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં યોગદાન હંમેશા યાદ રહેશે.
ગયા મહિને મ્યાનમારમાં આવેલા ભૂકંપ વિશે વાત કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તાત્કાલિક ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું.પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સિત્તર લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરીન તેને પ્રેરણારૂપ કામગીરી ગણાવી હતી અને સાયન્સ સિટિ ખાતે શરૂ કરાયેલી સાયન્સ ગેલરીને આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
Also Read:
- Trump: ટ્રમ્પની ‘કાતર’ના કારણે નાસા પણ મુશ્કેલીમાં: ચંદ્ર-મંગળ જેવા મિશન મુશ્કેલીમાં, 2100 વૈજ્ઞાનિકોની નોકરીઓ જોખમમાં
- Vadodara: વડોદરા અકસ્માતમાં મોટી કાર્યવાહી, ચાર ઇજનેરોને સસ્પેન્ડ; અન્ય પુલોનું તાત્કાલિક નિરીક્ષણ કરવાના આદેશ
- Kapil Sharma: કપિલ શર્માના કાફેમાં ગોળીબારનો આદેશ આપનાર કેનેડામાં હરજીત લડ્ડી કેટલો મોટો આતંકવાદી
- Haj 2025: હજ અરજી માટે પાસપોર્ટ પર હવે અટકની જરૂર રહેશે નહીં, અટકની જરૂરિયાત નાબૂદ
- Trump: પ્રશંસાને કારણે ટ્રમ્પ મુશ્કેલીમાં મુકાયા, લાઇબેરિયાના રાષ્ટ્રપતિને પૂછ્યું- તમે અંગ્રેજી ક્યાંથી શીખ્યા