નવી દિલ્હી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારપૂર્વક જણાવ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને યોગ્ય જવાબ આપવામાં આવશે.આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, શ્રી મોદીએ આ મહિનાની 22મી તારીખે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ હુમલો આતંકવાદીઓની હતાશા અને કાયરતા દર્શાવે છે. તેમણે કહ્યું કે કાશ્મીરમાં શાંતિ પરત ફરી રહી છે, લોકશાહી મજબૂત થઈ રહી છે અને પ્રવાસીઓ રેકોર્ડ દરે વધી રહ્યા છે. તેનાથી ભારત અને જમ્મુ અને કાશ્મીરના દુશ્મનો ખુશ નથી તેમ પણ તેમણે કહ્યું હતું

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદ સામેના આ યુદ્ધમાં સૌથી મોટી તાકાત દેશની એકતા અને 140 કરોડ ભારતીયોની એકતા છે. તેમણે ઉમેર્યું હતું કે આ એકતા આતંકવાદ સામે દેશની નિર્ણાયક લડાઈનો આધાર છે.પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આતંકવાદી હુમલા બાદ વિશ્વભરમાંથી સતત સંવેદનાઓ આવી રહી છે. તેમણે કહ્યું કે વૈશ્વિક નેતાઓએ આ જઘન્ય આતંકવાદી હુમલાની કડક નિંદા કરતા પત્રો લખ્યા છે.
પ્રધાનમંત્રીએ બે દિવસ પહેલા અવસાન પામેલા ડૉ. કે. કસ્તુરીરંગનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, અને કહ્યું હતું કે રાષ્ટ્રએ એક મહાન વૈજ્ઞાનિક ગુમાવ્યો છે. તેમણે કહ્યું કે ડૉ. કસ્તુરીરંગનનું વિજ્ઞાન, શિક્ષણ અને ભારતના અવકાશ કાર્યક્રમને નવી ઊંચાઈ આપવામાં યોગદાન હંમેશા યાદ રહેશે.
ગયા મહિને મ્યાનમારમાં આવેલા ભૂકંપ વિશે વાત કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે તાત્કાલિક ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું.પ્રધાનમંત્રીએ અમદાવાદમાં સિત્તર લાખ વૃક્ષો વાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરીન તેને પ્રેરણારૂપ કામગીરી ગણાવી હતી અને સાયન્સ સિટિ ખાતે શરૂ કરાયેલી સાયન્સ ગેલરીને આધુનિક વિજ્ઞાનની ક્ષમતા દર્શાવતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
Also Read:
- Indian Navy અરબી સમુદ્રમાં પોતાની તાકાત બતાવી, એન્ટી-શિપ મિસાઇલ લોન્ચ કરી
- India and Pakistan તણાવ વચ્ચે ચીન પ્રવેશ કરશે કે નહીં? પૂર્વ આર્મી કમાન્ડરે આખી વાત સમજાવી
- IND vs SL : ભારતીય ટીમે જીત સાથે શરૂઆત કરી, શ્રીલંકાને 9 વિકેટથી એકતરફી હરાવ્યું
- Pahalgam સીડીએસ અનિલ ચૌહાણ રાજનાથ સિંહને મળ્યા, 40 મિનિટ સુધી ચાલી મુલાકાત
- Suryakumar Yadav એ રોહિત-વિરાટને પાછળ છોડી દીધા, આવું કરનાર સૌથી ઝડપી ભારતીય બન્યા, ઓરેન્જ કેપ પણ કબજે કરી