મણિપુર હિંસા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોમવારે મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે હિંસાની તપાસ માટે એક SIT ની રચના કરશે, જેમાં કુલ 6 ન્યાયાધીશમાં એક મહિલા જજને પણ સામેલ કરવામાં આવશે.

મણિપુરમાં તાજેતરમાં થયેલી હિંસાની તપાસ માટે સુપ્રિમ કોર્ટ દ્વારા વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ ટીમ મણિપુરમાં લાંબા સમયથી થઈ રહેલી હિંસા મામલે તપાસ કરશે. તો સાતે જ મણિપુરના વિવિધ વિસ્તારોમાં ફરી અને સત્ય હકીકતોની તપાસ કરશે.
આ ટીમ હિંસા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓની તપાસ કરશે, જેમાં હિંસાના કારણો, હિંસામાં સામેલ વ્યક્તિઓ અને હિંસાને રોકવામાં સરકારની ભૂમિકાનો સમાવેશ થાય છે.

લાંબા સમયથી મણિપુરમાં મેઇતેઇ સમુદાય અને કુકી સમુદાય વચ્ચે હિંસાની ઘટનાઓ બની રહી છે. આ હિંસામાં અનેક લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ હિંસાને કારણે અનેક લોકોએ પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી.
આ એસઆઈટી મણિપુર હિંસાની તપાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને હિંસાના પીડિતોને ન્યાય અપાવવામાં મદદ કરશે. રાહત કેમ્પની મુલાકાત લેશે તો સાથે જ સ્થાનિકો સાથે વાત કરી અને હિંસાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
મણિપુર મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું કોંગ્રેસે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ દ્વારા સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને વધાવી લઈ અને મણિપુરના હિતનો નિર્ણય હોવાનું જણાવ્યુ હતુ.
આ પણ વાંચો..
- Bangladesh માં હિંસા બાદ ૧૬૦ થી વધુ લોકોની ધરપકડ, જાણો કેટલા લોકોએ જીવ ગુમાવ્યા?
- Los Angeles : પોલીસ તાલીમ કેન્દ્રમાં મોટો વિસ્ફોટ, ત્રણ લોકોના મોત
- RBI : ભારતના વિદેશી હૂંડિયામણ ભંડારમાં ફેરફાર થયો છે, જાણો તાજેતરના આંકડા શું કહે છે
- Syria માં એક મહાન યુદ્ધ શરૂ થયું છે, આદિવાસીઓએ યુએસ અને એસડીએફ દળો સામે અકીદાત બનાવી આર્મી
- Joe Root પાસે WTC માં એક એવો રેકોર્ડ બનાવવાની તક છે જે કોઈ બનાવી શક્યું નથી