ફળોનો રાજા એટલે કેરી. ઉનાળાની સિઝનમાં કેરી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. નાના બાળકોથી માંડી મોટી ઉંમરના લોકોમાં પણ કેરી ફેવરેટ હોય છે. જો તમે પણ કેરીનો રસ આખું વર્ષ ખાવા માગતા હોવ તો તમે પણ કેરીને સ્ટોર કરી શકો છો. તમે કેરીનો ગર એટલે કે મેન્ગો પલ્પ સ્ટોર કરીને રાખી શકો છો. આ ટ્રિકથી મેન્ગો પલ્પને તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને આખા વર્ષ સુધી મેન્ગો શેકની મજા લઇ શકો છો. અહીં જાણો કેવી રીતે કેરીને સ્ટોર કરવી.

કેરીનો પ્લપ:
કેરીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે પલ્પનો ઉપયોગ કરો. તમે પાકેલી કેરીનો ગર એટલે કે પલ્પ કાઢી લો અને તેને મિક્સરમાં સારી રીતે પીસી લો.હવે તેને કોઇ કાચના જારમાં ભરીને રાખી દો. તેને કોઇ બોટલમાં પણ થોડો પાતળો કરીને રાખી શકાય છે. હવે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે કેરીના રસની મજા માણી શકો છો.

કેરીના ટુકડાને કરો સ્ટોર:
તમે કેરીના ટુકડાને પણ સરળતાથી સ્ટોર કરી શકો છો. સૌથી પહેલા કેરીની છાલ ઉતારી લો અને તેના મોટા-મોટા ટુકડા કરી લો. કેરીની ગોટલી કાઢી લો અને ટુકડા પર થોડી પીસેલી ખાંડ નાંખી દો. કેરીના ટુકડાને 2થી 3 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો. જ્યારે કેરીના ટુકડા કડક થઇ જાય તો તેને ઝિપ લોકવાળી પોલિથિન બેગમાં ભરી દો અને એર ટાઇટ ડબ્બામાં સ્ટોર કરી લો. ઉપયોગ કરતી વખતે કેરી ફ્રીઝરમાંથી બહાર કાઢો અને કેરીના રસની મજા માણો.

કેરીના આઇસ ક્યૂબ:
જો તમારે વધારે કોઇ ઝંઝટ ન કરવી હોય તો તમે કેરીની પ્યૂરી બનાવી લો અને તેને આઇસ ટ્રેમાં ભરીને ફ્રીઝરમાં મૂકી દો. જ્યારે કેરીનો પ્લપ જામી જાય તો તેને કાઢી લો અને કોઇ ઝિપ લોક બેગમાં ભરીને સ્ટોર કરી લો. તેનાથી કેરીના ક્યૂબ્સ કાઢવામાં પણ સરળતા રહેશે.