Jamnagar : વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર ૧૯ ના રૂમ નંબર 24માં રહેતા એક ઢોલી ના બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી સી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને બે તસ્કરોની અટકાયત કરી લઈ ચોરાઉ મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગરમાં વામ્બે આવાસ ના જુના ત્રણ માળીયા બ્લોક નંબર 19 ના રૂમ નંબર 24માં રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા નામના 62 વર્ષના વાલ્મિકી બુઝુર્ગ કે જેઓ ધ્રોલ તાલુકાના જાલીયા દેવાણી ગામમાં એક પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા, અને પોતાના પત્ની ને તેણીના કુટુંબી ને ઘેર મૂકી આવ્યા હતા.

દરમિયાન પાછળથી તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું. અને રૂપિયા ૨૦,૦૦૦ ની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના વગેરે મળી રૂપિયા 1,02,600 ની માલમત્તા ઉઠાવી ગયા હતા.જે સમગ્ર મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.
દરમિયાન સીટી સી. ડિવિઝન પોલીસ ની ટીમ હરકતમાં આવી હતી, અને ઊંડાણપૂર્વકની તપાસના આધારે ઉપરોક્ત ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો, અને તે જ આવાસમાં રહેતા અલી રજાકભાઈ ભગાડ અને તેના સાથીદાર અશોક અમૃતલાલ વડગામાની પોલીસે અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી 10,500 ની રોકડ રકમ ઉપરાંત સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 57,700ની માલમતા કબજે કરી છે. ઉપરાંત અન્ય માલ મત્તા સંબંધે વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Kirti Patel: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર 2 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપ
- Kedarnath Yatra: ભારે ભૂસ્ખલન, પાંચ કામદારો ફસાયા, ખાડામાં પડી જવાથી બેના મોત
- Ahmedabad plane crashમાં એકમાત્ર બચેલો વિશ્વાસ ભાઈની અર્થીને કાંધ આપતાં થયો ભાવુક
- FASTag Annual pass : 3,000 રૂપિયામાં 200 હાઇવે ટ્રિપ લો, હાઇવે મંત્રાલયે કરી જાહેરાત
- Ahmedabad plane crash: અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા