થોડા દિવસ પહેલા Gujaratમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના ઘટી હતી, અને ઝઘડિયાની દુષ્કર્મ પિડીતા ૧૦ વર્ષની દીકરી જીંદગીની જંગ હારી ગઈ. સત્તામાં બેઠેલી ભાજપ સરકારની સંવેદનાઓ મરી પરવારી છે ત્યારે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા આજે દરેક જિલ્લા મથક પર મૃતક દિકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે ‘કેંડલમાર્ચ’ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું હતું. તમામ જીલ્લા મથકના જાહેરસ્થળે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો, પ્રદેશના તથા સ્થાનિક હોદ્દેદારો તથા સ્થાનિક લોકોને ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ સાથે મળીને દીકરીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

છેલ્લા એક મહિનામાં 20 થી 25 એવી ઘટનાઓ ઘટી છે, જેમાં નાની નાની બાળકીઓ સાથે બળાત્કાર અને હત્યાઓની ઘટના ઘટી હોય. કલકત્તામાં જ્યારે એક દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટી હતી, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ધરણા પર બેઠા હતા પરંતુ આજે ગુજરાતની દીકરી સાથે દર્દનાક ઘટના ઘટી અને તેની મોત થઈ ગઈ પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી મૌન બનીને બેઠા છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થાને સંભાળવામાં સદંતર નિષ્ફળ નીવળ્યા છે. હવે આપણે આપણી દીકરીઓને આપણે જાતે બચાવવાની છે. ગુજરાતની ભાજપ સરકાર પર હવે જરા પણ વિશ્વાસ રહ્યો નથી.