Weather Forecast: રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે 8 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે, ગુરુવાર (2 જુલાઈ) આઠ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે 3 અને 4 જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓ માટે ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચાલો જાણીએ આગામી છ દિવસમાં વરસાદી હવામાન કેવું રહેશે.

આજે આઠ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

હવામાન વિભાગ અનુસાર, 2 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ માટે રેડ એલર્ટ, રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લાઓના અલગ અલગ વિસ્તારો માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

3 જુલાઈએ 19 જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રેડ એલર્ટઃ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ.
યલો એલર્ટઃ દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર.

4 જુલાઈની આગાહી

રેડ એલર્ટઃ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર.
ઓરેન્જ એલર્ટઃ ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, તાપી.
યલો એલર્ટ: પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, પંચમહાલ, મહિસાગર.

5 જુલાઈની આગાહી

રેડ એલર્ટઃ નવસારી, ડાંગ, વલસાડ.
ઓરેન્જ એલર્ટઃ અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી.

યલો એલર્ટઃ જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર.