Waqf Board : દ્વારિકા પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે Waqf Board મામલે સ્ફોટક નિવેદન અપાયુ છે. વિશ્વના કોઈ પણ દેશમાં વક્ફ બોર્ડ નથી, ભારતમાં પણ વક્ફ બોર્ડ ન હોવુ જોઈએ તેમ ખેડા જિલ્લામાં પહોંચેલા શંકરાચાર્યએ જણાવ્યુ છે, જે ચર્ચાના કેન્દ્રમાં આવ્યુ છે.
ખેડા જિલ્લામાં આવેલા દ્વારિકા પીઠાઘીશ્વર જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સ્વરસ્વતી મહારાજ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરાયેલા વક્ફ બોર્ડના બિલ અંગે નિવેદન આપવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, વકફ બોર્ડ હોવું જ ના જોઈએ. પાકિસ્તાનમાં હિન્દુ ભાઈઓની જે સંપત્તિ હતી, તે તેમને મળી નથી.
સંવિધાનમાં પણ Waqf Boardની કોઈ જોગવાઈ નથી. વિશ્વના ક્યાં મુસ્લિમ દેશમાં Waqf Board છે? તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો છે. તેમણે ઉમેર્યુ કે, વકફ બોર્ડનો સમાજ અને દેશમાં શું ઉપયોગ અને યોગદાન છે? 70 વર્ષમાં વક્ફ બોર્ડ દ્વારા મુસ્લિમોની ભલાઈ માટે શું કામ કર્યુ? વકફ બોર્ડ સમાજ અને રાષ્ટ્ર સાથે છળ છે, જે બિલકુલ દૂર થવું જોઈએ.
દેશ કુરાનથી નહીં ચાલે, સંવિધાનથી ચાલવો જોઈએ
સરીયતથી દેશ નહીં ચાલે, દેશ સંવિધાનથી ચાલે છે, તે લોકોએ પણ સંવિધાનનું પાલન કરવું જોઈએ. એ લોકો કુરાનથી દેશ ચલાવવા માંગે છે, તો અમારા પણ શાસ્ત્રો છે અમારા પણ વિધાનો છે, જેના દ્વારા દેશ ચાલવો જોઈએ. દેશ આઝાદ થયો પછી સંવિધાનને ધર્મનિરપેક્ષ તરીકે સ્વીકાર્યું છે ત્યારે બધાએ તેને અનુસરવું જોઈએ.
સનાતન બોર્ડની રણનીતિનો ઉલ્લેખ
હિન્દૂ સનાતન બોર્ડની રણનીતિ તૈયાર કરી જે મંદિરો સરકાર હસ્તક છે તેને પરત લેવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યુ હતુ. ખેડા જિલ્લામાં આવેલા શંકરાચાર્યનુ નિવેદન ચર્ચાના કેન્દ્રમાં છે.
આ પણ વાંચો..
- Taiwan: એશિયામાં નવા યુદ્ધનો અવાજ, તાઇવાનના આકાશમાં 21 ચીની ફાઇટર જેટ દેખાયા
- Kiara advani: સિદ્ધાર્થ મલ્હોત્રા પિતા બન્યો, કિયારા અડવાણીએ પુત્રીને જન્મ આપ્યો
- Hypersonic missile: ભારતની હાઇપરસોનિક મિસાઇલથી ચીન અને પાકિસ્તાન કેમ પરસેવો પાડી રહ્યા છે? જાણો વિશેષતા
- Putin: પુતિનનો 10 વર્ષનો દીકરો તેની માતા જેવો જ જિમ્નાસ્ટ નીકળ્યો, નવી તસવીર સામે આવી
- Panchayat: પંચાયત શ્રેણીના અભિનેતા આસિફ ખાનને હાર્ટ એટેક આવ્યો, ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી; કહ્યું- ‘એક ક્ષણમાં બધું’