Ahmedabad: ‘ચલો કુંભ ચલે’ CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું છે.. ગુજરાત સરકાર દ્નારા આ વિશેષ પહેલ કરવામાં આવી છે. 27 જાન્યુઆરીની 2025થી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવી છે. આ પેકેજનું બુકિંગ તા.25 જાન્યુઆરીથી શરૂ કરવાના ગણતરીના કલાકોમાં જ તા.25 ફેબ્રુઆરી સુધીની તમામ બસો હાઉસફૂલ થઈ ગઈ હતી.

CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓ પ્રયાગરાજ જઈ શકે છે તે માટે એક વિશેષ પહેલ કરી છે. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર સર્કિટ ખાતેથી યાત્રાને પ્રસ્થાન કરાવી છે. ગુજરાત ટુરિઝમ અને એસટી નિગમ દ્વારા ખાસ પ્રયાગરાજ મહાકુંભ માટે આજથી બસ દોડાવવામાં આવી છે. આ પ્રવાસ ચાર દિવસ અને ત્રણ રાત્રીનો આ પ્રવાસ રહેશે. નોંધનીય છે કે, ત્યાર બાદ 28 જાન્યુઆરીથી દરરોજ સવારે 7 વાગેથી અમદાવાદના રાણીપ એસટી ડેપોથી એસી વોલ્વો બસ પ્રયાગરાજ જવા નીકળશે. પેકેજનું ભાડું 8100 રૂ. પ્રતિ વ્યક્તિ રહેશે. ત્રણ રાત્રિ ચાર દિવસનો પ્રવાસ રહેશે. પેકેજમાં ત્રણ રાત્રિ માટે રોકાણ અને બસ મુસાફરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રયાગરાજ ખાતે રાત્રિ રોકાણ ગુજરાત પેવેલિયનની ડોરમેટરી ખાતે કરવામાં આવ્યું છે.