Vijay Rupani: અમદાવાદમાં થયેલ ભયાનક પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર એક વ્યક્તિને છોડીને તમામના મૃત્યુ થયા છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બાકીના મૃતકોના ડીએનએ ચકાસણી પ્રક્રિયા ચાલુ છે ત્યારે હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે વિજય રૂપાણીનું
DNA સેમ્પલ મેચ થયું છે. આ સાથે જે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સિવિલ જવા રવાના થયા છે. વિજય રૂપાણીની અંતિમ વિધિ રાજકોટમાં થશે.
અમદાવાદમાં થયેલા વિનાશક વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા ૩૧ મૃતકોમાંથી ડીએનએ ટેસ્ટથી ઓળખ થઈ ગઈ છે અને ૧૨ મૃતકોના મૃતદેહ તેમના પરિવારોને સોંપી દેવામાં આવ્યા છે, એમ સિવિલ હોસ્પિટલના અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું.