વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન અમદાવાદ-મુંબઈ ટ્રેન રૂટ પર વટવા નજીક પડી છે. જેના કારણે ટ્રેન વ્યવહાર પર અસર થઈ છે. આ વચ્ચે પશ્ચિમ Railwayના જનરલ મેનેજર એ.કે મિશ્રા ઘટના સ્થળની મુલાકાત માટે નીકળ્યા છે.

પશ્ચિમ Railwayના જનરલ મેનેજર એ. કે. મિશ્રા નડિયાદ સુધી સ્પેશિયલ ટ્રેન મારફતે પહોંચ્યા હતા અને જ્યાં ટ્રેન રોકાવી અને 10થી 12 ગાડીઓના કાફલા સાથે રોડ માર્ગે વટવા જવા માટે રવાના થયા છે. ઘટનાની ગંભીરતા જોતા તેઓએ સ્પેશિયલ ટ્રેનને નડિયાદ રોકાવી અને રોડ માર્ગે જવાની પસંદગી કરી છે.

વટવા રેલવે ટ્રેક નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર ક્રેન પડતા અકસ્માત થયો છે. જેમાં વટવા નજીક Railway લાઈનને નુકસાન થયુ હતુ. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તેના કારણે અમદાવાદથી નડિયાદ થઈ વડોદરા તરફ જતો ટ્રેનોનો આખો રૂટમાં અસર થઈ હતી.
ખાસ કરીને વડોદરા તરફની 25 ટ્રેનો આકસ્મિક રદ્દ કરવાની ફરજ પડી હતી, જેથી છેક વટવાથી માંડી ચરોતરમાં નડિયાદ અને આંણદ સહિતના મોટા રેલવે સ્ટેશનો પર મુસાફરો અટવાયા હતા. અમદાવાદ તરફની ટ્રેનો નડિયાદ અને આણંદ સ્ટોપ કરી દેવાઈ હતી, તો આ તરફ અમદાવાદથી પણ ટ્રેનો રદ્દ કરાઈ હતી.
આ પણ વાંચો..
- Ipl 2025: સિરાજ-શુભમને સનરાઇઝર્સને હરાવ્યું, હૈદરાબાદમાં ગુજરાત સ્તબ્ધ
- પીએમ મોદીની મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવ્યા’ શ્રીલંકાના રાષ્ટ્રપતિ dissanayake
- કાવ્યા મારનના 39.25 કરોડ રૂપિયા ગુમાવ્યા! IPL 2025માં ખોટનો સોદો કર્યો?
- Ram navmi: પહેલા સૂર્ય તિલક અને હવે દીપોત્સવ, અયોધ્યા 2.5 લાખ દીવાઓથી પ્રકાશિત; આ રીતે રામ નવમીની ઉજવણી
- શું elon muskને ટ્રમ્પ વહીવટીતંત્રમાંથી કાઢી મૂકવામાં આવે છે? કારણ રાજકીય, ધંધાકીય કે નારાજગી હોઈ શકે છે