Vapi : મહાનગરપાલિકાના વિસ્તારમાંથી ડોમેસ્ટિક કચરો ઉઠાવી નામધા ખાતેની ડમ્પિંગ સાઇટ પર નાખવાની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે, પરંતુ આ એજન્સીની ગેરજવાબદારીએ શહેરના નાગરિકોનું જીવન નર્ક બનાવી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર એન્વાયરો નામની આ એજન્સી અથવા તેની પેટા એજન્સી દ્વારા કચરો નામધા લઈ જવાને બદલે રોફેલ કોલેજ રોડ પર ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવી રહ્યો છે.

આ ખુલ્લામાં ફેંકાયેલો કચરો માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાવે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, કોલેજ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરરીતિ માત્ર આરોગ્ય માટે જોખમી નથી, પરંતુ શહેરની સ્વચ્છતા અને સુંદરતાને પણ ડાઘ લગાવે છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણ મૌન સેવી રહ્યા છે. નાગરિકોનો આક્ષેપ છે કે આવી ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિક લોકોની માંગ છે કે મહાનગરપાલિકાએ આ એજન્સી અને તેના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવી ગેરરીતિઓ રોકાય અને વાપીના નાગરિકોને રાહત મળે.
આ ઘટનાએ વાપી મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો આવી સ્થિતિ ચાલુ રહેશે, તો શહેરની સ્વચ્છતા અને નાગરિકોના સ્વાસ્થ્યને લઈને વધુ ગંભીર પરિણામો સામે આવી શકે છે.
આ પણ વાંચો..
- Gujarat: ધોળા દિવસે શું થઈ રહ્યું છે? મતદાન મથકના CCTV કામ કરતા બંધ થતા અરવિંદ કેજરીવાલ ગુસ્સે થયા
- Gujaratમાં મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહીં, જુઓ પેટાચૂંટણીમાં કેટલા લોકોએ કર્યું મતદાન?
- Indigo: મદુરાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ
- Ahmedabad plane crash સ્થળે ‘સ્મૃતિ વન’ બનાવવાની ચર્ચાઓ વચ્ચે ગુજરાત સરકારના મંત્રીએ આપ્યું મોટું નિવેદન
- Yellow alert : ભારે વરસાદના કારણે ગુજરાતના 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર