Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- rahul gandhi: મધ્યપ્રદેશ હાઈકોર્ટે રાહુલ ગાંધી સામેની બદનક્ષી કેસમાં રાહત આપતાં કાર્યવાહી રદ કરી
- vaibhav: ઈંગ્લેન્ડ પ્રવાસ પર વૈભવ સૂર્યવંશીને અલગ રૂમ કેમ આપવામાં આવ્યો? બાળ સુરક્ષા નિયમોને સમજવું
- shreyas: શ્રેયસ ઐયરે ઇન્સ્ટાગ્રામ પર બીજી જન્મ તારીખ કેમ ઉમેરી? ચાહકો તેના અર્થ વિશે ઉત્સુક છે
- NEET UG 2026 ની પ્રોવિઝનલ આન્સર કી બહાર પાડવામાં આવી; 28 જૂન સુધી વાંધો ઉઠાવવાની તક
- lpg: ઉદ્યોગો માટે મોટી રાહત: સરકારે LPG પુરવઠા પરના નિયંત્રણો હટાવ્યા




