Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Horoscope: કેવો રહેશે તમામ લોકોનો રવિવાર, ફાયદાકારક કે નુકસાનકારક
- Australia ની ચૂંટણીમાં ડંકો વાગ્યો, અલ્બેનીઝ ફરીથી પીએમ બન્યા, આ ઇતિહાસ રચ્યો
- Pakistan: પાણીથી લઈને માલ સુધી, બધું જ બંધ થઈ ગયું… ભારતે 6 ફટકા મારીને પાકિસ્તાનની કમર તોડી નાખી
- Sonu nigam: પહલગામમાં જ્યારે પેન્ટ ઉતારવામાં આવ્યા…’ બેંગલુરુ કેસ પર સોનુ નિગમે સ્પષ્ટતા આપી, વીડિયો જાહેર કર્યો
- Russia- Ukraine: 7 કલાક, 170 ડ્રોન અને 11 થી વધુ મિસાઇલો… ઝેલેન્સકીએ વિજય દિવસ પહેલા રશિયાને ટ્રેલર બતાવ્યું