Vankaner તાલુકાનાં પંચાસીયા ગામની સીમમાં વાંકીયાથી જડેશ્વર તરફ જતા કાચા રસ્તેથી Vankaner તાલુકના પોલીસે રૂા ૫૬ લાખનાં દારૂ ભરેલા બંધ બોડીના ટ્રક સાથે એક આરોપીને પકડી કુલ રૂા. ૮૦ લાખનો મુદામાલ કબ્જે કરી અંગ્રેજી દારૂ મોકલનાર, મંગાવનાર અને પાયલોટીંગ કરનાર ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

કુલ રૂા. ૮૦ લાખનો મુદામાલ કબ્જે, દારૂ મંગાવનાર, મોકલનાર, પાયલોટિંગ કરનાર શખ્સોની શોધખોળ

પ્રાપ્ત માહિતી મુજબ Vankaner તાલુકા પોલીસનાં પી.એસ.આઈ. એલ.એ. ભરગા સહિતના સ્ટાફે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં વાંકિયાથી જડેશ્વર તરફ જવાના કાચા રસ્તેથી દારૂ ભરેલા બંધ બોડીના ટ્રકમાંથી રૂા ૫૬,૬૩ લાખનો દારૂ સાથે યાસીન રહીમભાઈ સમા (ઉ.વ.૩૧, રહે. રાજકોટ)ને પકડી દારૂ અને ટ્રક સહિત કુલ રૂા. ૮૦.૬૩ | લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે, બાતમીના આધારે દરોડો પાડતા બંધ બોડીના ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની રૂા. ૩૭.૬૭ લાખની ૮૮૮૦ બોટલ અને રૂા. ૧૮.૯૬ લાખની કિંમતના ૧૮,૯૬૦ દારૂના ચપલા મળી આવતા કુલ રૂા. ૮૦.૬૩ લાખનો મુદામાલ કબ્જે કરી યાસીન સમા નામના શખ્સની ધરપકડ કરી છે. જયારે ફરાર ટ્રક ચાલક ઉપરાંત અંગ્રેજી દારૂનો જથ્થો મોકલનાર, દારૂ મંગાવનાર, જાવીદ કરીમ કાથરોટીયા (રહે. રાજકોટ), સાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા (રહે. કાલીકા પ્લોટ, મોરબી), અને પાયલોટીંગ કરવામાં સાથે રહેનાર શખ્સની શોધખોળ શરૂ કરી છે.