હાર્દિક દેવકીયા દ્વારા…
GSTનો કાયદો અમલમાં આવ્યો. ત્યારથી ઘણી બધી કાયદાની આંટીઘુટી ચાલુ જ રહી છે અને તેમાં હરહંમેશ વેપારીઓને યેનકેન પ્રકારે ભોગવવાનો વારો આવતો હોવાનું જોવા મળે છે. અધિકારીઓની જ ભૂલને કારણે અનેક બાબતોમાં વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોવાને લઇને અને સુનાવણીમાં હાજર રહેવા માટે વેપારીઓને વારંવાર વડોદરા સુધી ધક્કા ખાવા પડે છે જેને લઇને અધિકારીઓની ક્ષતિઓનો ભોગ વેપારીઓ ન બને તે માટે યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
GST વિભાગના તત્કાલિન અધિકારીઓના બેજવાબદારી ભર્યા વર્તનને કારણે ચરોતરના વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી. કાયદાની શરૂઆતથી જ નવા કાયદાને લીધે થયેલી ભૂલો અને તે ભૂલો સંબંધે વિભાગ દ્વારા આપવામાં આવેલી અલગ અલગ નોટિસ આપી, તે ત્રુટીઓ દૂર કરાવવામાં હતી.

પરંતુ GST સબંધે કેટલાક કિસ્સાઓમાં તત્કાલિન અધિકારીઓના ભિન્ન અભિગમને કારણે વેપારીની રજૂઆતો ગ્રાહ્ય રાખવામાં આવી ન હોય તેવામાં કાયદાની જોગવાઈ મુજબ તત્કાલિન અધિકારીએ કરેલા ઓર્ડરને ફેર સુધારણા માટે પણ ઓનલાઇન કાર્યવાહી કરી હોય અને તત્કાલીન અધિકારીએ ધ્યાને ન લીધી હોય તેવા કિસ્સામાં પણ સમય જતાં વેપારીને જ નાછૂટકે વડોદરા અપીલનો સહારો લેવાનો વારો આવે છે.
હાલ ચાલતી નોટીસ અંગેના જવોબોમાં હવે વેપારીને અપીલનો સામનો ન કરવો પડે તે રીતનું આયોજન અધિકારી દ્વારા કરવામાં આવે તો વેપારીઓને પણ રાહત રહે. આ ઉપરાંત છાશવારે વેપારીઓ સામે દંડનો કોરડો વિંઝતા વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોતાની ફરજમાં બેદરકારી દાખવતાં અધિકારીઓ અને કર્મચારીઓ સામે કોઇ કાર્યવાહી કરતાં નથી. GST વિભાગમાં અધિકારીની ભૂલનું પણ અસેસમેન્ટ કરવામાં આવે અને તે માટે એક વિશેષ ટીમની રચના કરવામાં આવે તેવી માંગ પણ હાલમાં વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
ભૂતકાળની અરજીઓ માટે અત્યારે નોટીસ ફટકારાઈ
રેક્ટીકીફેશન માટે ઓનલાઈન અરજી કરી હોય, પરંતુ સમયાંતરે તત્કાલીન અધિકારી દ્વારા તે અરજીનો નિકાલ ના કર્યો હોય અને તે વેપારીને અપીલમાં જવાનો વારો આવ્યો છે અને તેવા જ વેપારીઓને હવે ભૂતકાળમાં રેક્ટીકીફેશનની કરેલી અરજી માટે એક વર્ષે બાદ રૂબરૂ સાંભળવાની તક માટે હાજર રહેવા નોટીસ ફટકારવામાં આવી છે.
આ પણ વાંચો..
- Horoscope: 4 નવેમ્બરના રોજ આ 6 રાશિના લોકોના જીવનમાં આવશે ખુશી, જાણો આજનું રાશિફળ
- trump: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત: વર્ષના અંત પછી ઈઝરાયેલને મળતી ૪ અબજ ડોલરની સહાય બંધ થશે; તેમણે શું કહ્યું?
- UN: ભારત અને ઈઝરાયેલે પ્રાદેશિક શસ્ત્ર નિયંત્રણ પ્રસ્તાવની વિરુદ્ધ મતદાન કર્યું; જણાવ્યું કે સુરક્ષા સંબંધિત ચિંતાઓ માત્ર રાષ્ટ્રીય સરહદો પૂરતી સીમિત નથી
- Airplane: અનેક ફ્લાઇટ્સને બોમ્બ હોવાની ખોટી ધમકીઓ મળી; અફરાતફરી મચી, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
- super market: યુરોપિયન સુપરમાર્કેટ પર સાયબર હુમલો: હેકર્સ રેફ્રિજરેશન સિસ્ટમ્સને નિશાન બનાવે છે, જેના કારણે ખોરાક બગડે છે!




