Vadodara: રૂપિયા એક્સેચેન્જ કરવાના બહાને વડોદરાનો એક યુવાન તેના મિત્રની સાથે એક્ટિવા લઈને નીકળ્યા બાદ જરોદ-વાઘોડિયારોડ પર મિત્રએ યુવાન પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી પોણા બે લાખની રોકડ મૂકેલ થેલો લઈને ફરાર થઇ ગયો હતો.
Vadodara: મારા પિતાની સાઈટ છે કહી મળવા માટે લઈ જવાના બહાને રોકડ લૂંટીને ફરાર
Vadodara: શહેરના સમા-સાવલીરોડ પર, આવેલ સત્યમનગરમાં રહેતા જય ઉર્ફે જતિન રાજેશભાઈ પરમારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં જય યોગેશ પરમાર (રહે.અરિહંત સોસાયટી, હરણી- વારસિયારિંગરોડ) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખાનગી કંપનીમાં ઓનલાઇન કામ કરું છું. મારી એક મિત્ર દ્વારા જય પરમાર સાથે મિત્રતા થઈ હતી.
જયનો થોડા દિવસો પહેલાં મારા પર ફોન આવ્યો હતો અને તેણે જણાવેલ કે અગાઉ રૂપિયામાંથી ડોલર| અને ડોલરમાંથી રૂપિયા એક્સચેન્જ કરવા બાબતે વાત થઇ હતી તે બોલું છું. જયે જણાવેલ કે મારા પિતાની વાઘોડિયાથી જરોદ જતા રોડ પર નવી બનતી સિધ્ધેશ્વર નામની મકાન બાંધકામની સાઇટ છે. મારા પિતાને હું રૂા.૨ લાખ તેમજ તમો રૂા.૨ લાખ આપશો તો કુલ રૂા.૨૨ લાખ એક્સચેન્જ થઈને પરત મળશે. તેની વાતમાં હું આવી ગયો હતો અને પોણા બે લાખ રૂપિયા જેટલી રકમ ભેગી કરી હું મારા ભાઈ સાથે સંગમ ચાર રસ્તા પાસે તેને મળવા ગયો હતો.
જયે આવીને જણાવેલ કે આપણે મારા પિતાને મળવા જવાનું છે પરંતુ મારી પાસે હાલ કોઈ વાહનની વ્યવસ્થા નથી જેથી તું તારી એક્ટિવા લઇ લે મેં તૈયારી બતાવતા અમે બંને જરોદ-વાઘોડિયારોડ પર અમરતપુરા ગામની સીમમાં પહોંચ્યા ત્યારે જયે પગમાં ખાલી ચડી ગઇ છ.
તેમ કહી એક્ટિવા રોકાવ્યું હતું અને બાદમાં જયે પાછળથી મારું મોઢું દબાવી ધારદાર હથિયારથી ગળા અને હોઠ પર થા મારી ઈજા કરતાં હું વરસાદી કાંસની બાજુમાં પડી ગર્યો હતો. બાદમાં જયે એક્ટિવા પરથી રોકડ મૂકેલ થેલો લઈને ફરાર થઇ ગયો હતો.