Manoj Sorathia News: આજે દુષ્કાળના લીધે દુઃખી ખેડૂતોના અધિકાર માટે જામનગર જિલ્લાના નાની વાવડી ગામે “દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ સભા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ખેડૂતો પાસેથી દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથેની અરજીઓ તૈયાર કરવામાં આવી. આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી Manoj Sorathiaએ ખેડૂતોની વ્યથા સાંભળીને જણાવ્યું કે, ભાજપ સરકારના રાજમાં માત્ર તેમના કોન્ટ્રાક્ટરો અને નેતાઓ જ સુખી છે, જ્યારે સામાન્ય ખેડૂતોની ચિંતા કરવાવાળું કોઈ નથી. ઇસુદાન ગઢવીએ પણ દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે. સરકારના ૨૦૧૬ના પોતાના જ મેન્યુઅલ મુજબ જો ૪ અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો દુષ્કાળ જાહેર કરવો પડે. અહીં તો ૬ અઠવાડિયા વીતી ગયા છતાં સરકાર સર્વેના બહાના હેઠળ જવાબદારીમાંથી ભાગી રહી છે. આથી ‘આપ’ દ્વારા દરેક ગામમાંથી ખેડૂતોની અરજીઓ તૈયાર કરાવીને ૨જી ઓક્ટોબરે ગાંધી જયંતીના દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રી કચેરીએ સુપરત કરવાનો નિર્ણય લેવાયો છે.

Manoj Sorathiaએ વધુમાં ઉમેર્યું કે, જ્યારે લોકશાહીમાં સરકાર જનતા માટે કામ કરતી બંધ થઈ જાય ત્યારે જાગૃત નાગરિકોએ નવા આગેવાનો તૈયાર કરવા પડે છે. આમ આદમી પાર્ટી ખેડૂતોની આ લડાઈમાં તેમની સાથે છે. ગુજરાતમાં આજે દરેક વર્ગ અને ખેડૂત પરિવાર ભારે ચિંતામાં છે, પરંતુ સરકારને કોઈ પરવા નથી. ગુજરાત વિધાનસભાનું ગૃહ પણ લાઈવ પ્રસારિત કરવામાં આવતું નથી, જેથી સરકાર પોતાની ખામીઓ અને સાચા આંકડાઓ છુપાવી શકે. ખેડૂતોની સ્થિતિ એટલી દયનીય બની છે કે દેવાના બોજ હેઠળ લોકો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. હવે સમય આવી ગયો છે કે ખેડૂતો, ખેતમજૂરો અને તમામ વર્ગો એક થઈને પોતાના હક માટે અવાજ ઉઠાવે અને આ ખેડૂતવિરોધી સરકાર સામે મજબૂત લડત આપે.