Jamnagar જિલ્લામાં અપમૃત્યુનાં વધુ બે બનાવ બન્યા છે. જેમાં લાલપુર તાલુકાના મોટી ખાવડી ગામમાં મેલડી માતાજીના મંદિર પાસે એક માટીના ઢગલા ઉપરથી ૩૦ થી ૩૫ વર્ષની વયના પુરુષનો મૃતદેહ સાંપડયો છે. જ્યારે કાલાવડનાં નાના વડાળા ગામે હાર્ટ એટેકથી ખેડૂતનું મોત થયું હતું.
Jamnagar: કાલાવડના નાના વડાળા ગામે વાડીએ ખેતી કામ કરતા ૪૮ વર્ષીય ખેડૂતને હાર્ટએટેક આવતા મોત
પ્રથમ બનાવની વિગત એવી છે કે | મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહને લાલપુર નજીક મોટી ખાવડી ગામમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સુખદેવસિંહ બંનેસંગ સોઢા નામના ટ્રાન્સપોર્ટર યુવાને મેઘપર પોલીસ મથકમાં જાણ કરી હતી કે ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં મોટી ખાવડી ગામમાં મેલડી માતાના મંદિર ની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં માટીના ઢગલામાં ૩૦ થી ૩૫ વર્ષની વયના અજ્ઞાત પુરુષનો મૃતદેહ પડ્યો છે. જે માહિતીના આધારે મેઘપર પોલીસે બનાવના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકી રાખ્યો છે. બીજા આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા મનીષભાઈ શીવાભાઈ મારકણા નામના ૪૮ વર્ષના ખેડૂતને ગઈકાલે પોતાની વાડીએ એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો, તેથી તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી | હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.