Thangarh નજીકનાં સારસાણાની સીમમાં પ્રેમ પ્રકરણમાં ગત બુધવારનાં રોજ ત્રણ શખ્સો અને તેના સાગરીતોએ મળી નિદ્રાધીન પરિવાર ઉપર છરી, લાકડી વડે હુમલો કરી મહિલા સહિત ત્રણ વ્યક્તિની હત્યાંના ગુનાના મુખ્ય બે આરોપીઓને પોલીસે પકડી પાડી પાડી જાહેરમાં સરઘસ કાઢી સરભરા કરી હતી.
પ્રેમ પ્રકરણમાં કરાઈ હતી હત્યા
Thangarh: ટ્રીપલ હત્યાકાંડ અંગે વિગત આપતા ડીવાયએસપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે પતિને છોડીને સંગીતાબેનએ તેના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી લીવ ઇનમા છેલ્લા પાંચ મહિનાથી ચોટીલાનાં સુરૈઈ ગામે રહેતા જેઓ સારસાણા નજીક ભાગમાં વાડી વાવતા હાલનાં સાસુ સસરાને ત્યાં દિવાળીની ઉજવણી કરવા આવેલ તે અંગે તેના પતિને જાણ થતા તેણે તેના કાકા, સંગીતાનાં ભાઈ તેમજ અન્ય સાગરીતો સાથે કાવતરૂ રચી હુમલો કરતા મહિલાના પ્રેમી બજાણીયા ભાવેશ તેના પિતા ઘુઘાભાઈ તેમજ માતા મંજુબેનની હત્યા નિપજાવેલ.
જે ગુનામાં મુખ્ય આરોપી એવા મનડાસરના દિનેશ નાનજીભાઈ સાપરા તેમજ સંગીતાનાં ભાઈ દિનેશ સુખાભાઈ સાબળીયા (રહે. વરમાધાર)ને ગામની સીમમાંથી પકડી પાડેલ હતા. આરોપીઓએ કબુલાત કરેલ કે પોતાની પત્ની સાથે પ્રેમી આવેલ હોવાનું જોઈ જતા ચડેલા ખુન્નસ અને ઉશ્કેરાટર્ન કારણે ખુની હુમલો કરેલ હતો. મૃતકના સમાજનો ઉગ્ર રોષ અને પ્રજામાં લુખ્ખાગીરીને સબક શીખવવા પોલીસે આરોપીઓને થાનગઢની મુખ્ય બજારમાં જાહેરમાં ગુનેગારની સરભરા કરી હતી.