સુરતના રાજમાર્કે પર metro કંપની દ્વારા કેટલાક વેપારીઓ ને વળતર બંધ કરી દેવામા આવ્યું છે અને રસ્તો પણ ખુલ્લો ન થતા આજે વેપારીઓ અને સ્થાનિકોએ ભેગા થઈને હલ્લા બોલ મચાવીને મેટ્રોની કામગીરી બંધ કરાવી હતી. metroની કામગીરી બંધ કરાવતા મેટ્રોના અધિકારીઓએ વેપારીઓને મળવા માટે સમય આપ્યો છે.

આર્યમન આર્કેડ અને સ્થાનિક વેપારીઓનું હલ્લાબોલ: metro અધિકારીએ ચર્ચા માટે સમય આપ્યો

સુરતના રાજ માર્ગ પર આવેલા ટાવર વિસ્તાર એક સમયે વેપાર ધંધા માટે પ્રખ્યાત હતો પરંતુ મેટ્રોના કારણે લોકોના વેપાર ધંધા ઠપ્પ થઈ ગયાં છે એટલું જ નહી પરંતુ આ વિસ્તારમાં રહેતા લોકોને પણ ભારે હાલાકી થઈ રહી છે. ટાવર વિસ્તારના વેપારીઓ અને વખત મેટ્રોની કામગીરી સામે વિરોધ કરી ચુક્યા છે. આજે ભાગળ વિસ્તારમાં આવેલા આર્યમન આર્કેડના વેપારીઓએ પણ મેટ્રોની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. આ કોમ્પ્લેક્ષમાં ૩૨૫ જેટલી દુકાનો છે અને મેટ્રોના કારણે ગ્રાહકો દુકાન સુધી જઈ શકતા નથી. અને

| વેપારીઓને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. એક તરફ મેટ્રો દ્વારા વળતર આપવામાં આવતું નથી બીજી તરફ ધંધા ભાંગી ગયો છે તેથી હવે ના છુટકે રસ્તા પર ટેબલ રાખીને ધંધો કરવો પડે તેવી હાલત છે. વેપાર ધંધો ભાંગી પડયો હોવાની મેટ્રોને અનેક વખત રજૂઆત કરવામા આવી છે પરંતુ તેઓએ ગંભીરતાથી વાત લેતા નથી. જેથી ના છૂટકે વેપારીઓ અને સ્થાનિકોએ હલ્લા બોલ કરીને કામગીરી બંધ કરાવી હતી. આ કામગીરી બંધ કરાવતા મેટ્રોના અધિકારીઓની આંખ ખુલી હતી અને વેપારીઓને મળવા માટે સમય આપ્યો છે.