સૌરાષ્ટ્ર university.નાં ૫૯મો પદવીદાન સમારોહનું તા. ૨૯ને રવિવારે આયોજન જાહેર કરવામાં આવ્યા બાદ ગુજરાતના રાજયનાં રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રત તા.૨૯નાં સવારના સત્રમાં વડોદરાની એમએસ યુનિ.નાં પદવીદાન સમારોહમાં રોકાયેલા હોવાથી આજે સૌરાષ્ટ્ર, યુનિ.એ પદવીદાન સમારોહનાં સમયમાં ફેરફાર કરી તા. ૨૯નાં સવારનાં ૧૧ના બદલેસાંજના પાંચ વાગ્યાનો જાહેર કરી આ કાર્યક્રમમાં ગુજરાત રાજયનાં રાજયપાલ દિક્ષાંત પ્રવચન આપવા ઉપસ્થિત રહેનાર હોવાનું જણાવ્યું હતું.

વડોદરામાં ઉપરાષ્ટ્રપતિની હાજરીમાં આયોજિત પદવીદાન સમારોહમાં પ્રોટોકોલ મુજબ રાજ્યપાલે હાજર રહેવું પડે તેમ હોવાથી સૌરાષ્ટ્ર university.એ સમય બદલ્યો. સૌરાષ્ટ્ર યુનિ.નો પદવીદાન સમારોહ તા.૨૯નાં સવારે ૧૧ વાગ્યે ગુજરાત રાજયનાં રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાનાર હોવાના નિમંત્રણ કાર્ડની વહેંચણી કરવામાં આવ્યા બાદ યુનિ.નાં ધ્યાને આવ્યું હતું.

તા.૨૯ને રવિવારે દેશના ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખડની ઉપસ્થિતિમાં વડોદરાની એમએસ યુનિ. માં પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હોવાથી પ્રોટોકોલ મુજબ ગુજરાતનાં રાજયપાલે ત્યાં હાજર રહેવાનું થશે. સવારના સત્ર દરમિયાન વડોદરામાં સમારોહ યોજવામાં આવ્યો હોવાથી ત્વરીત રાજભવનનો સંપર્ક કરી યુનિ.એ. સવારને બદલે સાંજના પાંચ વાગ્યાનો પદવીદાન સમારોહનો સમય નિશ્ચિત કરી તમામ ઉમેદવારોને મહેમાનો અને મહાનુભાવોને આ પ્રકારના ફેરફાર અંગે જાણ કરી હોવાનું કાર્યકારી રજીસ્ટ્રારે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિ.નાં પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓની ૧૨૩ ગોલ્ડ મેડલ ૨૧૮ ૫૩ાઈઝ સહિત કુલ ૪૦૦૫૭ ઉમેદવારોને ડિગ્રી એનાયત કરવાનો કાર્યક્રમ સવારને બ દલે સાંજના ગોઠવવાથી શિયાળાની ઠંડીના સમયમાં બહારગામનાં દ્યિાર્થીઓએ આવવું મુશ્કેલ બનશે. તેમજ સાંજના ૬ વાગ્યા બાદ । અંધારુ થઈ જતુ હોવાથી કાર્યક્રમમાં । ઉત્સાહન માહોલ જોવા નહી મળે તેવી શક્યતા તજજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.