દાણીલિમડાના ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ટૂંકી, સાંકડી ગલીઓ માટે જાણીતા ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવશે.
અમદાવાદ. જમ્મુ કાશમીરના પહેલગામમાં થયેલ આંતકવાદી હુમલા બાદ અમદાવાદ પોલીસ દ્વારા મોટા શહેરોથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં પણ બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી તેમની અટકાયત કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદ પોલીસ એને AMC એ સાથે મળીને સૌથી મોટુ ઓપરેશન હાથ ધર્યું છે.

1 PSI, 6 પોલીસકર્મી અને 6 SRP જવાનની 11 ટીમો ટીમો
- પોલીસની એક-એક ટીમ સાથે AMCના અધિકારી અને કર્મચારી
- ચંડોળા તળાવની ચારેય તરફથી ગેરકાયદે બાંધકામો પર તવાઈ
- શહેર પોલીસની ટીમ સાથે અલગથી સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તૈનાત
ડિમોલેશન શરૂ કરતા જ ઇલેક્ટ્રિક પાવર બંધ કરવામાં આવ્યો
મળતી માહિતી પ્રમાણે,દાણીલિમડાના ગેરકાયદે પ્રવૃત્તિઓ અને ટૂંકી, સાંકડી ગલીઓ માટે જાણીતા ચંડોળા તળાવમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવશે. જેને લઇને ચંડોળા તળાવના ગેરકાયદે વિસ્તારોમાં પ્રાથમિક અસર પાડશે. સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, આ અભિયાનમાં અંદાજીત 60 JCB મશીનો અને 60 ડમ્પરનો ઉપયોગ થશે, અને 2,000થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.