Narmad યુનિવર્સિટીની સ્થાપનાને ૬૦ વર્ષ થયા છે. એની ચાલી રહેલી ઉજવણીને લઇને યુનિવર્સિટી દ્વારા આ વર્ષે ૫૧માં યુથ ફેસ્ટીવલમાં લોક ગરબા, મિમ્રકી, ચિત્રકળા, કાવ્ય પઠન, સમુહ ગીત, નાટક જેવી કૃતિઓતો યોજાશે જ પરંતુ આ વખતે થોડી અલગ વૈવિધ્યપૂર્ણ કૃતિઓ પણ રજુ કરાશે.

Narmad: જેમાં સમરસ સમાજ, મજબુત સમાજ, નારી તું નારાયણી, ભારતીય કુંટુંબ વ્યવસ્થા, નાગરિક કર્તવ્ય, ભારતીય બંધારણ, રાણી અહલ્યાબાઈ જેવી વિવિધ કૃતિઓ વિદ્યાર્થી દ્વારા રજુ કરાશે. ૧૮ થી ૨૩ ડિસેમ્બર સુધી યોજનાર યુવા મહોત્સવમાં દરમ્યાન ખાણી-પીણી મેળો,પુસ્તક મેળો તથા સ્વદેશી મેળાનું પણ આયોજન કરાયુ છે.