Surat શહેર ભાજપના વધુ એક કાર્યકરની ભવાઈ સોશ્યલ મિડીયામાં વગોવાઈ રહી છે. ઉત્તર ભારતીય સમાજમાંથી આવતા ભાજપના કાર્યકર અને શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયના ભાઈનો હવે સોશ્યલ મિડીયામાં વિડીયો વાઈરલ થયો છે. હાથમાં રિવોલ્વર લઈ ૨ લઈ રૂમમાં ડાન્સર સાથે ઝૂમી [ રહેલો સુજીત ઉપાધ્યાય પણ ડિંડોલી વિસ્તારમાં ભાજપનો સક્રિય કાર્યકર છે. ઉપાધ્યાયની ટપોરીછાપ હરકતથી શહેર ભાજપ વધુ એક વખત ક્ષોભજનક સ્થિતિમાં મુકાયું છે.
Surat: શિક્ષણ સમિતિના સભ્ય શિવમ ઉપાધ્યાયનો ભાઈ સુજીત ઉપાધ્યાય રૂમમાં ડાન્સર સાથે ઉત્તર ભારતીય ગીત પર સ્ટાઇલ મારતા નજરે પડયો
Surat મહાપાલિકાના કોપીરેટર, અમિતસિંગ રાજપૂતના દૂધ પૌંઆ, દિપીકા પટેલ આપઘાત કેસમાં નગરસેવક ચિરાગ સોલંકી સામે કચવાટ, ડેનીશ કેક શોપના માલિક ઉમેશ તિવારી સહિતના કાર્યકરોને પગલે શહેર ભાજપનું નામ વગોવાઈ રહ્યું છે. સત્તાના મદમાં છકી ગયેલા કાર્યકરોના વાણી, વર્તન અને વ્યવહારથી સામાન્ય નાગરિકો ઉવાચ થઈ ચૂક્યા છે. હવે શિક્ષણ સમિતિના સભ્ય શુભમ ઉપાધ્યાયના સગા ભાઈએ કરેલું | પરાક્રમ સોશ્યલ મિડીયામાં વાઈરલ થયું છે. ડાન્સર સાથે ઠુમકા મારી રહેલા ભાજપના કાર્યકર સુજીત ઉપાધ્યાયનો
વિડીયો વાઈરલ થયો છે. હાથમાં રિવોલ્વર પકડી યુપીવાસી સ્ટાઈલમાં બરાબર ઝૂમી રહેલા પાટીના શિષ્ટબધ્ધ કાર્યકરના અવિવેકી સંસ્કાર જોઈ ભાજપના કાર્યકરો અને નેતાઓ પણ ધહવે આ જ જોવાનું બાકી હતું!ધ એવું કહી કટાક્ષ કરી રહ્યાં છે. સામાન્ય નાગરિકો જાહેરમાં બર્થ-ડે સેલિબ્રેશન કરે તો કાયદાનો પાઠ ભણાવતી પોલીસ હવે સોશ્યલ મિડીયામાં વાઈરલ થયેલો સુજીત ઉપાધ્યાયનો વિડીયો જોઈ કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી? તેને ( લઈ અનેક અટકળો વહેતી થઈ છે.