Surat Crime News: સુરતના વરાછામાં આડા સંબંધની શંકામાં યુવકે વાગ્દત્તાની ગળું કાપી હત્યા કરી દીધી હતી. હત્યા કરી ભાગી છૂટેલા મહિસાગરના વતની સંજય પગીને વરાછા પોલીસે રાજસ્થાન બોર્ડર પરથી પકડી પાડ્યો હતો. સુરતના વરાછામાં અર્ચના સ્કૂલ પાસે હરિધામ સોસાયટીમાં રહેતો ક્રિષ્ણા વશીયાભાઈ ગુદા (ઉ. વ.૧૯, મુળ ડુંગરપુર, રાજસ્થાન) સાડી પર સ્ટોન લગાડવાનું કામ કરે છે.

વર્ષાની ચારેક માસ પહેલાં જ સંજય પગી (રહે- જેતપુર વડાગામ, ખાનપુર, મહિસાગર) સાથે સગાઈ થઈ હતી. સંજય હીરા ઘસવાનું કામ કરે છે. વર્ષાના ગત તા.૯-૧૨- ૨૪ના રોજ વર્ષા સાડી પર સ્ટોન ચોંટાડવાની મજૂરી કામાર્થે સુરત આવી હતી. દરમિયાન ગત તા. ૨૩ના રોજ સંજય પગી સાંજના સુમારે તેમના ઘરે ગયો હતો. બે દિવસ રજા હોવાનું કહીં તે વતનથી અહીં રહેવા આવ્યો હતો. ગત તા. ૨૫મીએ સાંજે ભત્રીજા પંકજે કોલ કરી ક્રિષ્ણાને જણાવ્યું કે, સંજય બહેન વર્ષાને ચાકુ મારી ભાગી ગયો છે. જેથી ક્રિષ્ણા તુરંત ઘર નીચેના ખાતા પર પહોંચ્યો હતો. સ્થળ પરથી એવું જાણવા મળ્યું કે, સાંજે સાડા છ વાગ્યે વર્ષાની તબિયત ખરાબ હોય તેણી રૂમ પર ચાલી ગઈ હતી. (Surat Crime News)
૮ વાગ્યે બહેન મનિષા રૂમ પર જતા વર્ષા લોહીલુહાણ હાલતમાં પડેલી જોવા મળી હતી. તેણીના ગળાના ભાગે ઘા મરાયા હતા. વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા સંજય પગીને રાજસ્થાનની બોર્ડર પાસેથી પકડી પાડ્યો હતો. વરાછા પોલીસની ટીમ સંજયને લઈ સુરત આવવા રવાના થઈ હતી. પ્રાથમિક તબક્કે અનૈતિક સંબંધની શંકામાં સંજયએ વર્ષાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. (Surat Crime News)
- Bangladeshનો નવો દાવ, મસ્ક દ્વારા અમેરિકા સાથે સોદાબાજી
- તેનાથી કોઈ ફરક નહીં પડે… બુમરાહ પર BCCIના નિવેદને હંગામો મચાવ્યો
- શું લોકશાહી ખતરામાં છે? Jaishankar એ આંગળી ચીંધીને દુનિયાને જવાબ આપ્યો
- Jio-Airtelનું વર્ચસ્વ જોખમમાં, ટેલિકોમ ઉદ્યોગનો દિગ્ગજ 17 વર્ષ પછી જાગ્યો
- Gujaratના એશિયાટિક સિંહોને દીવમાં નવું ઘર મળ્યું!, જાણો શું છે હકીકત