બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે ચાર દિવસ અગાઉ જમાઈ જામાભાઈ ચૌહાણ તેમના સાસરી પક્ષમાં આવી પોતાની પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે પત્નીને તેના પતિ સાથે ન મોકલી સાસુએ જમાઈ સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ મોડી રાત્રે જામાભાઈ ચૌહાણએ તેમની સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ સમગ્ર હત્યાની ઘટનાને લઈ હવે દિયોદર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

આ ચોંકાવનારી હત્યાની ઘટના દિયોદર ખાતે બની હતી જેમાં ભાભર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે રહેતા જામાભાઈ પાંચાભાઇ ચૌહાણના લગ્ન દિયોદર ખાતે 30 વર્ષ અગાઉ તેજલબેન ઈશ્વરભાઈ ભાટી સાથે થયા હતા. લગ્ન દરમિયાન પાંચાભાઇને ચાર દીકરી અને એક દીકરો સંતાન રૂપે હતા પરિવારમાં લગ્નજીવન સારી રીતે ચાલતું હતું, પરંતુ છેલ્લા ચાર દિવસથી જામાભાઈ ચૌહાણ અને તેમની પત્ની તેજલબેન વચ્ચે અણ બનાવો શરૂ થઈ ગયા હતા. જેથી જામાભાઈના ત્રાસથી કંટાળીને પત્ની તેજલબેન જામાંભાઈને છોડી અને દિયોદર ખાતે પોતાના પિયર આવીને રહેતી હતી.

આ દરમિયાન જામાભાઈ ચૌહાણ તેમની પત્નીને લેવા માટે તેમના સાસરી દિયોદર ખાતે આવેલા રામાપીરના મંદિર પાસે આવ્યા હતા. જ્યાં જામાભાઈને તેમની સાસુ ફુલીબેન ભાટી સાથે ઝઘડો થયો હતો અને ફૂલીબેન અવારનવાર જામાભાઈ દારૂ પી તેમની દીકરીને હેરાન પરેશાન કરતો હોવાના કારણે જામાભાઈ ઘરે મોકલવાનીના પાડતા જામાભાઈ તેમના સાસરીમાંથી નીકળી ગયા હતા.

આ તરફ સાસુએ જમાઈને ઠપકો આપ્યો આપ્યો અને તે ઠપકો જમાઈથી સહન ન થયો અને હત્યાને અંજામ આપ્યો હતો. વિગતો મુજબ આવેશમાં આવેલા જામાભાઈ ચૌહાણ મોડી રાત્રે તેમના સાસુ ફુલીબેનને મોતને ઘાટ ઉતારવા માટે પ્લાન કર્યો હતો અને અને તેમની સાસુ જે પથારીમાં સુતા હતા તે પથારીમાં જમાભાઈ ચૌહાણ એ તીક્ષણ હથિયાર વડે ઘા મારી તેમની સાસુની હત્યા કરી નાખી હતી. આ તરફ હત્યા કરી આરોપી ઈસમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારનો તાત્કાલિક ઇજાગ્રસ્ત ફુલીબેનને સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર હત્યાની ઘટનાને લઇ દિયોદર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને લાશનું પંચનામું કરી હત્યા કરનાર જામાભાઈ ચૌહાણને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.