Social Media Fraud : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના આફવા ગામના 30 વર્ષીય યુવક સાથે ઓનલાઈન નાણાં પડાવી લેવાની ઘટના સામે આવી છે. અજાણ્યા ઠગે ટેલિગ્રામ એપ્લિકેશન દ્વારા ઊંચું વળતરની લાલચ આપીને યુવક પાસેથી 12 લાખ રૂપિયાથી વધુની રકમ પડાવી લીધી. આ અંગે બારડોલી ગ્રામીણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આફવા ગામના પટેલ ફળિયામાં રહેતા અને નોકરી કરતા દર્શનભાઈ પરેશભાઈ ટેલર (ઉંમર 30)ના મોબાઈલ નંબર પર ગયા જાન્યુઆરી મહિનામાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો. મેસેજમાં ફોનિક્સ મિલ્સ લિમિટેડ નામની કંપનીમાં સ્ટાફ ભરતી ચાલી રહી હોવાનું અને તેમાં રોકાણ કરવાથી રોજના 3500થી 5500 રૂપિયા સુધીની કમાણીની લાલચ આપવામાં આવી હતી.
આ રીતે આપી લાલચ
શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે કંપનીએ દર્શનભાઈને 1000 રૂપિયા આપ્યા. ત્યારબાદ તેમણે 10,000 રૂપિયાનું રોકાણ કર્યું તો તેમને 18,000 રૂપિયા પરત મળ્યા. આથી લાલચમાં આવીને વધુ નફો કમાવવાની લાલસામાં દર્શનભાઈએ ગૂગલ પે દ્વારા 12,10,319 રૂપિયાનું રોકાણ કર્યું હતુ.

રૂપિયા પરત માંગતા ગ્રુપમાંથી કાઢી મુક્યા
જ્યારે દર્શનભાઈએ રોકાણ કરેલી મોટી રકમ પરત મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઠગે ઓડિટ ફીના નામે 7 લાખ રૂપિયાની વધુ માગણી કરી. દર્શનભાઈએ આ રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો અને પોતાની મૂળ રોકાણની રકમ પરત માગી, પરંતુ ઠગે રૂપિયા પરત ન કર્યા અને તેમને ટેલિગ્રામ ગ્રૂપમાંથી પણ હટાવી દીધા હતા.
બારડોલી ગ્રામ્ય મથકે ફરીયાદ નોંધાઈ
પોતાની સાથે વિશ્વાસઘાત અને Social Media Froud થયાનું સમજાતાં દર્શનભાઈએ બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(2), 318(4) અને માહિતી ટેકનોલોજી અધिनિયમ (IT એક્ટ)ની કલમ 66(D) હેઠળ ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો..
- Business news: સોનાના ભાવ અચાનક ઉછાળો,તો ચાંદીના ભાવ હજુ પણ વધી રહ્યા છે, જાણો નવીનતમ દર
- Ahmedabad: અમદાવાદમાં 1 જાન્યુઆરીથી મિલકત વેરા પરનું વ્યાજ માફ કરાશે, જેનાથી AMCને 500 કરોડ રૂપિયાની આવક થવાની શક્યતા
- BREAKING NEWS: યુવરાજ સિંહ અને સોનુ સૂદની મિલકતો જપ્ત, સટ્ટાબાજી કેસમાં 7 સેલિબ્રિટીઓ સામે કાર્યવાહી, જુઓ યાદી
- Plane crash: વિમાન દુર્ઘટનામાં દિગ્ગજ ખેલાડીનું પત્ની અને બાળકો સાથે મોત, રમતગમત જગતમાં શોક છવાઈ ગયો
- Ahmedabad: એક વર્ષમાં રહીશોએ પાસેથી ૩૩૭૨૨ કરોડ રૂપિયા વસૂલવામાં આવેલા GSTની દ્રષ્ટિએ સુરત બીજા ક્રમે અને વડોદરા ત્રીજા ક્રમે





