Bhavnagar: રાજ્યમાં વઘુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ફરી એકવાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. રોડની સાઈડ પર પાર્ક કરેલા ડમ્પર પાછળ સુરતથી રાજુલા જઈ રહેલી ખાનગી બસ ઘૂસી ગઈ હતી. જેમાં બસમાં સવાર 6 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા અને 15થી વધુ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
સતત અપડેટ ચાલુ છે…