Gopal Italia AAP: આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય Gopal Italiaએ ગાંધી જયંતીના દિવસે ગાંધી બાપુને યાદ કરતા જણાવ્યું હતું કે, ગાંધીજીએ દેશને આઝાદ કરાવવાની લડાઈમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. સામાન્ય, ગરીબ, અભણ, મજૂર કે ગામડાના માણસ માટે આઝાદીનો સાચો અર્થ પોતાની ગમતી સરકાર પસંદ કરવાનો અધિકાર છે. આજે જો કોઈ ગરીબનો દીકરો ચૂંટણી લડીને વડાપ્રધાન બની શકતો હોય તો તેની પાછળ લોકશાહી અને ભારતનું સંવિધાન છે, જે આપણને મત આપવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર આપે છે. પરંતુ દેશના ગદ્દાર અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે દેશના ૧૨ કરોડ લોકો અને વિસાવદરના આશરે 30,000 લોકોના નામ મતદાર યાદીમાંથી ડિલીટ કરીને આઝાદીના ૭૫મા વર્ષે દેશ સાથે મોટો દગો કર્યો છે. ૨૦૦૨ની યાદીમાં દાદા-દાદી કે માતા-પિતાનું નામ ન હોવું, જન્મ તારીખના દાખલા ન હોવા, સોફ્ટવેરમાં માયાજાળ ઉભી કરવી તેમજ નામના સ્પેલિંગ કે અટક આગળ-પાછળ હોવા જેવા વાંધાવચકા કાઢીને ૧૨ કરોડ ભારતીયોનો મત આપવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે.

’આપ’ ધારાસભ્ય Gopal Italiaએ વધુમાં આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગાંધીજી, બાબાસાહેબ આંબેડકર, સરદાર પટેલ, નેહરુ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેવા મહાપુરુષોએ આપણને માત્ર મત આપવાનો જ નહીં, પરંતુ રાજનીતિમાં આવી ચૂંટણી લડીને સમાજનું ભલું કરવાનો અધિકાર પણ અપાવ્યો છે. જો ગદ્દાર જ્ઞાનેશ કુમાર જેવા ચૂંટણી કમિશનર ગોપાલ ઇટાલિયાનું નામ ડિલીટ કરી દે તો ગોપાલ ઇટાલિયા ક્યારેય ચૂંટણી ન લડી શકે અને સમાજ સેવાની શક્તિ સુધી પહોંચી જ ન શકે. તેમણે સ્પષ્ટ કર્યું કે પાર્ટી ભલે કોઈ પણ હોય (AAP, ભાજપ કે કોંગ્રેસ), પણ જનતાનો મત આપવાનો અધિકાર છીનવાઈ ન જવો જોઈએ. જ્ઞાનેશ કુમારે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ અને તેમને જેલની સજા થવી જોઈએ. ગાંધીના ગુજરાતે આ વોટ ચોરનો વિરોધ કરવો જ પડશે. ઘણા લોકોને લાગે છે કે ભાજપ ઈવીએમથી જીતે છે, પણ સાચી વાત એ છે કે જ્ઞાનેશ કુમાર અને નરેન્દ્ર મોદીની જોડી ભેગી મળીને વોટ ચોરી કરે છે અને મતદાર યાદીમાંથી કરોડો નામ કાઢીને ચૂંટણીઓ જીતે છે. ભાજપની ભ્રષ્ટ સરકારને હટાવવા દરેક ગુજરાતીએ આ ગદ્દાર સામે અવાજ ઉઠાવવો જોઈએ.