ગઈકાલે બુધવારે મોડી સાંજે 3 યુુવકો ભાડાની સ્કોર્પિયો ગાડી લઈ અને રીલ બનાવવા માટે Ahemdabad વાસણા બેરેજ પાસેની કેનાલ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન 3 યુવકો સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબક્યા હતા. જે પૈકી 2ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

યશ, ક્રિશ અને યક્ષ નામના 3 યુવકો 3500 રૂપિયા ભાડુ ચુકવી 4 કલાક માટે સ્કોર્પિયો ગાડી લાવ્યા હતા. જે ગાડી સાથે તેઓ Ahemdabad વાસણા બેરેજ પાસેની કેનાલ પાસે રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેય યુવકો સ્કોર્પિયોમાં સવાર હતા અને અચાનક કોઈક કારણોસર 3 યુવકો સાથએ સ્કોર્પિયો કેનાલમાં ખાબકી ગઈ હતી.
આ વખતે સ્થાનિકોને જાણ થઈ અને બાદમાં પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ કરી સ્થળ પર બોલાવાયા હતા. કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હતો. જેથી પાણીની આવક બંધ કરાવાઈ હતી. સાથે જ તરવૈયાઓ દ્વારા કેનાલમાં યુવકોની તપાસ હાથ ધરાઈ હતી. આ તરફ વિશાલા બ્રિજ નજીક યશ સોલંકી અને યક્ષ એમ બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.ક્રિશ દવેની હજુ શોધખોળ ચાલી રહી છે.

બે યુવકોના મૃતદેહ મળતા પરીવારોમાં આક્રંદ છવાયો છે. હજુ ત્રીજા યુવકની ભાળ મળી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટર્ન ન વાગતા વાગતા ગાડી અંદર ખાબકી હતી.
આ તરફ ત્રણેય યુવકો Ahemdabad ના જ હોવાની માહિતી મળી રહી છે. રીલ બનાવવાની ઘેલછાંમાં યુવકોએ ભાડે સ્કોર્પિયો લાવી અને દરમિયાન આ દુર્ઘટના બની હોવાની પણ માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચો..
- Dhurandhar Movie Update: ₹3000 કરોડની કમાણી સાથે ધુરંધર ભારતની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બની, રણવીર સિંહે ઇતિહાસ રચ્યો
- Protests: નોઈડામાં પગાર વધારાને લઈને હોબાળો, ખાનગી કંપનીના કર્મચારીઓએ વાહનોને આગ ચાંપી, પોલીસ સાથે અથડામણ
- Tharad News: થરાદમાં ચૂંટણી ફોર્મની ચકાસણી પ્રક્રિયા દરમિયાન ભારે હંગામો
- Oil: દુનિયા તેલની અછતનો સામનો કરી રહી છે… પણ ઇઝરાયલના ટેન્ક ભરેલા છે! આ ગુપ્ત માર્ગ દ્વારા ઇંધણ પુષ્કળ પ્રમાણમાં આવી રહ્યું
- Bharuch: ‘હું આગામી લોકસભા ચૂંટણી નહીં લડું’, ગુજરાત ભાજપના સાંસદે મોટી જાહેરાત કરી





