ગઈકાલે બુધવારે મોડી સાંજે 3 યુુવકો ભાડાની સ્કોર્પિયો ગાડી લઈ અને રીલ બનાવવા માટે Ahemdabad વાસણા બેરેજ પાસેની કેનાલ પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન 3 યુવકો સ્કોર્પિયો સાથે કેનાલમાં ખાબક્યા હતા. જે પૈકી 2ના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ ચાલુ છે.

યશ, ક્રિશ અને યક્ષ નામના 3 યુવકો 3500 રૂપિયા ભાડુ ચુકવી 4 કલાક માટે સ્કોર્પિયો ગાડી લાવ્યા હતા. જે ગાડી સાથે તેઓ Ahemdabad વાસણા બેરેજ પાસેની કેનાલ પાસે રીલ બનાવી રહ્યા હતા. આ દરમિયાન ત્રણેય યુવકો સ્કોર્પિયોમાં સવાર હતા અને અચાનક કોઈક કારણોસર 3 યુવકો સાથએ સ્કોર્પિયો કેનાલમાં ખાબકી ગઈ હતી.
આ વખતે સ્થાનિકોને જાણ થઈ અને બાદમાં પોલીસ તેમજ ફાયરબ્રિગેડને જાણ કરી સ્થળ પર બોલાવાયા હતા. કેનાલમાં પાણીનો પ્રવાહ વધારે હતો. જેથી પાણીની આવક બંધ કરાવાઈ હતી. સાથે જ તરવૈયાઓ દ્વારા કેનાલમાં યુવકોની તપાસ હાથ ધરાઈ હતી. આ તરફ વિશાલા બ્રિજ નજીક યશ સોલંકી અને યક્ષ એમ બે યુવકોના મૃતદેહ મળી આવ્યા છે.ક્રિશ દવેની હજુ શોધખોળ ચાલી રહી છે.

બે યુવકોના મૃતદેહ મળતા પરીવારોમાં આક્રંદ છવાયો છે. હજુ ત્રીજા યુવકની ભાળ મળી નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટર્ન ન વાગતા વાગતા ગાડી અંદર ખાબકી હતી.
આ તરફ ત્રણેય યુવકો Ahemdabad ના જ હોવાની માહિતી મળી રહી છે. રીલ બનાવવાની ઘેલછાંમાં યુવકોએ ભાડે સ્કોર્પિયો લાવી અને દરમિયાન આ દુર્ઘટના બની હોવાની પણ માહિતી સામે આવી રહી છે.
આ પણ વાંચો..
- Shilpa Shetty ના પતિ રાજ કુન્દ્રાની 5 કલાક પૂછપરછ, 60 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં, આર્થિક ગુના શાખા કાર્યવાહીમાં
- Imran khanની પાર્ટીએ SOG ને રિપોર્ટ જાહેર કરવા અપીલ કરી, કહ્યું – ચૂંટણીમાં ગોટાળાના સંકેતો
- Charlie Kirk: ગુના સ્થળ નજીક મળેલા ડીએનએ પુરાવા શંકાસ્પદ વ્યક્તિ સાથે મેળ ખાય છે’, એફબીઆઈ ડિરેક્ટરનો દાવો
- Asia cup: ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ ફરી એકબીજા સામે આવશે! અંધાધૂંધી વચ્ચે એક જ મેદાન પર જોવા મળશે
- Russiaના ફાઇટર જેટ નાટો એરસ્પેસમાં ઘૂસી ગયા, બ્રિટને નારાજગી વ્યક્ત કરી; રશિયન રાજદૂતને સમન્સ પાઠવ્યા