Ram Navami 2025 : રામનવમીના પવિત્ર અવસરે વાપી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોમાં સુરક્ષાનો ભરોસો બેઠી રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ વલસાડ જિલ્લા પોલીસ વડા એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
ફ્લેગ માર્ચમાં 200 થી વધુ પોલીસકર્મી, પીએસઆઈ, એલસીબી અને એસઓજી ટીમના સભ્યો જોડાયા હતા. પોલીસ દળ સજ્જ વાહનો સાથે તેમજ પદયાત્રા રૂપે વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારો, સંવેદનશીલ અને ઘણી વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થયું હતું.

એસ.પી. સાહેબે જણાવ્યું હતું કે રામનવમીના તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ કે કાયદો ભંગ કરતી પ્રવૃત્તિ સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તેમજ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ શાંતિ જાળવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈને તુરંત પોલીસને જાણ કરે. પોલીસની આ સતર્કતા અને ફ્લેગ માર્ચને કારણે નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો મહેસૂસ થયો હતો.
આ પણ વાંચો..
- CM Bhupendra Patel દ્વારા ગુજરાત પોલીસમાં નવનિયુક્ત 11,607 ઉમેદવારોને પસંદગીપત્ર એનાયત કરાયા
- Horoscope: તમામ 12 રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ, જાણો આજનું રાશિફળ
- Assam માં ફરી હિંસા ભડકી, 2 લોકોના મોત, 38 પોલીસકર્મીઓ સહિત 45 ઘાયલ; બે જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ
- New Zealand માં શીખ ધાર્મિક શોભાયાત્રા બંધ, વિરોધીઓ કહે છે, “આ ભારત નથી.”
- Navneet rana: ત્રણ થી ચાર બાળકો પેદા કરો, જેથી ભારતમાં ધર્મનો વિકાસ થાય…,” ભાજપ નેતા નવનીત રાણાની અપીલ





