Rajkotમાં બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે નીકળેલી રેલીમાં પોલીસ અને યુવકો વચ્ચે ઘર્ષણ થયુ છે. રેલીના દરમિયાન દલિત યુવકો દ્વારા કાઢવામાં આવેલી બાઈક રેલી મુખ્ય રસ્તાઓ પર પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રાફિક પોલીસકર્મીએ તેમને અટકાવવાની કોશિશ કરતા મામલો બિચક્યો હતો.
ટ્રાફિક પોલીસ કર્મીઓએ દલિત યુવકો સાથે ગેરવર્તન કર્યું અને તેમને અપશબ્દો કહીને લાકડીથી મારવા શરૂ કરી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
બાઇક રેલી અટકાવવામાં આવી, તે વખતે ભારે હોબાળો થયો હતો. દલિત સમાજના યુવકોએ ટ્રાફિક પોલીસની કામગીરીનો વિરોધ કર્યો હતો. આ વખતે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.
દરમિયાન વિરોધના ભાગરૂપે રેસકોર્સ નજીક રસ્તા પર ચક્કાજામ કરી દેવાયુ હતુ, જેના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા અને ટ્રાફિકની પરીસ્થિતિ સર્જાઈ હતી. આ ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ આ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને મામલો શાંત કરાયો છે.
આ પણ વાંચો..
- Iskon: અમેરિકામાં ઇસ્કોન મંદિર પર ગોળીબાર, ભારતે તીવ્ર નારાજગી વ્યક્ત કરી; કડક કાર્યવાહીની માંગ
- America: એક અમેરિકન બી-2 બોમ્બર વિમાન ગુમ થયું, શું આમાં ઈરાનનો હાથ છે કે કોઈ અન્ય રહસ્ય…
- Space Station પહોંચેલા શુભાંશુ શુક્લાએ પોતાનું ખાસ મિશન શરૂ કર્યું, જાણો આનો શું ફાયદો થશે
- Pakistan માં આતંકવાદીઓએ તબાહી મચાવી, પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો; બેંકોમાં આગ લગાવી
- ‘અમેરિકાએ કહ્યું હતું કે પાકિસ્તાન ભારત પર મોટો હુમલો કરશે’, જાણો S Jaishankar એ શું કહ્યું