SOG પોલીસે નન્નૂ મિયાનાળા અને વ્હાલુ ગામ વિસ્તારમાં દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા નાગરિકોના પાસપોર્ટ અને રહેઠાણ સંબંધિત તમામ કાગળો જપ્ત કર્યા.
ભરૂચ. ભરૂચમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના 15 નાગરિકોને પોલીસ ઝડપી પાડ્યા છે.ભરૂચના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, શહેરમાં SOG પોલીસે નન્નૂ મિયા નાળા અને વ્હાલુ ગામ વિસ્તારમાં દરોડા પાડીને શંકાસ્પદ દસ્તાવેજો ધરાવતા આ નાગરિકોના પાસપોર્ટ અને રહેઠાણ સંબંધિત તમામ કાગળો જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ લોકો લાંબા સમયથી ભરૂચમાં રહેતા હતા. કેટલાક લોકોએ સ્થાનિક સ્તરે રોજગાર પણ મેળવી લીધો હતો.પોલીસે ધરપકડ કરાયેલા તમામ લોકોને હેડક્વાર્ટર મોકલી દીધા છે. LIB વિભાગ દ્વારા તેમની વધુ પૂછપરછ કરવામાં આવશે.

Also Read
- Petrol: આ આઠ પરિબળો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે
- accident in Botad: સિમેન્ટ ભરેલો ટ્રક ખાડામાં પલટી ગયો, 2 ના મોત અને 3 ઘાયલ
- Gir Somnath: રસ્તા પર જન્મદિવસની ઉજવણી ભારે પડી, વીડિયો વાયરલ થયા બાદ 11 યુવાનોની ધરપકડ કરાઈ
- Panchmahal: દીપડાનો આતંક, 7 વર્ષના છોકરા પર હુમલો, મચ્છરદાનીએ તેનો જીવ બચાવ્યો
- Gujarat: પાટીદાર અનામત આંદોલનનો વધુ એક કેસ પરત, ગુજરાત સરકારે હાર્દિક પટેલ સહિત 17 સામેનો ગુનો પાછો ખેંચ્યો



