Gujarat : અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર RPFએ નકલી ટીટી તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર શિવ શંકર જેસવાલની ધરપકડ કરી છે. આરોપી મૂળ વારાણસીનો વતની છે. ટિકિટ ચેકિંગના બહાને મજૂરો અને ઓછું ભણેલા લોકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ દ્વારા રૂપિયા વસૂલતો હતો. રાજ્યમાં સમયાંતરે નક્લી લોકો પકડાતા રહે છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નકલી ટીટી ઝડપાયો છે.
નકલી ટીટી કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ ચેક કરવાના બહાને મજૂરો પાસેથી રુપિયા વસૂલતો હતો. શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની રેલવે પ્રોટેક્શન ફોર્સે ધરપકડ કરી છે. RPFએ આરોપીની પૂછપરછ શરૂ કરી છે, જેથી તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ શકે. પોલીસે લોકોને અજાણ્યા ટીટી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
પોલીસે અપીલ કરી છે કે, જો તમને કોઈ ટીટી કે ટિકિટ નકલી લાગે, તો તરત જ રેલવે પોલીસ અથવા રેલવે અધિકારીઓને જાણ કરો. તમે ટ્રેનમાં હાજર ટીટી અથવા ગાર્ડને પણ જાણ કરી શકો છો. જો શક્ય હોય તો, શંકાસ્પદ ટીટીનો ફોટો લો. તમે રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર ફોન કરીને અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો.
આ પણ વાંચો..
- Ed Sheeran: અરિજિત સ્કૂટી પાછળ… શાહરૂખ ખાન સાથે ગાતો જોવા મળ્યો, એડ શીરનનું નવું ગીત સેફાયર ધૂમ મચાવી રહ્યું છે
- Hina Khan: રોકી સાથે લગ્નના બે દિવસ પછી, હિના ખાને આવો વીડિયો શેર કર્યો? કહ્યું- મને ખબર નથી કે કાલે શું થશે
- ‘મુખ્યમંત્રી ધરપકડનો આદેશ કેવી રીતે આપી શકે’, RCBનો તર્ક, KSCAને હાઈકોર્ટથી રાહત મળી
- Tej Pratap Yadav: તેજ પ્રતાપ યાદવનો ગેમ પ્લાન તૈયાર! સોશિયલ મીડિયા પર એક ફોટો સાથે રાજકીય ગરમી વધી રહી છે
- Russiaના બદલાથી યુક્રેન હચમચી ગયું! 400 થી વધુ ડ્રોન અને 40 બેલિસ્ટિક મિસાઇલોએ તબાહી મચાવી, ઝેલેન્સકી ગુસ્સે ભરાયા