Arvind Kejriwal On Paper leak:આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો નીટ પરીક્ષા રદ થયા બાદ તણાવમાં જીવી રહેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ સફળ થઈ રહ્યો છે. બે દિવસ પહેલા કરવામાં આવેલી અરવિંદ કેજરીવાલની અપીલને માત્ર 50 લાખથી વધુ લોકોએ જ જોઈ નથી પરંતુ હજારો પરીક્ષાર્થીઓએ તેમની સાથે પોતાની લાગણીઓ અને નીટને પારદર્શક બનાવવાના સૂચનો પણ શેર કર્યા છે. વિદ્યાર્થીઓ તરફથી મળેલા જબરદસ્ત પ્રતિસાદને મંગળવારે સોશિયલ મીડિયા પર શેર કરતાં અરવિંદ કેજરીવાલે તેમને સફળતાનો મંત્ર આપતા કહ્યું કે હું તમારા સાથે ઉભો છું. બધા વિદ્યાર્થીઓ આ સંકલ્પ લો કે તમારે દરેક હાલતમાં ડોક્ટર બનવું છે. તમે તમારો ઇરાદો મજબૂત રાખો. તમારો આ દૃઢ સંકલ્પ જ તમારી ડોક્ટર બનવાની રાહ સરળ બનાવશે. તેમણે કહ્યું કે 21 જૂને ફરીથી યોજાનારી નીટ પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે પંજાબમાં સરકાર મફત બસ સેવા ઉપલબ્ધ કરાવશે.
મંગળવારે એક વીડિયો સંદેશ જાહેર કરીને Arvind Kejriwal નીટ પરીક્ષાર્થીઓને કહ્યું કે હજુ બે દિવસ પહેલા મેં નીટની પરીક્ષા વિશે એક વીડિયો મૂક્યો હતો, જેમાં તમારી લાગણીઓ અને સૂચનો આમંત્રિત કર્યા હતા. અત્યાર સુધી 50 લાખથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. હજારોની સંખ્યામાં તમારા કમેન્ટ અને મેસેજ આવ્યા છે. તમારામાંથી ઘણાં લોકોએ પોતાની અંદરની લાગણીઓ શેર કરી છે. તમે મારા પર એટલો વિશ્વાસ કર્યો, તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ઘણાં લોકોએ આભાર કહ્યું છે. સુજાતા સૂજી કહે છે, “થેન્ક યુ સર. તમે જ ખરેખર વિદ્યાર્થીઓની ચિંતા કરો છો.” રાહુલ નાયક કહે છે, “અમને ખરેખર આ સમયે આ સપોર્ટની જરૂર હતી સર. થેન્ક યુ કેજરીવાલજી.” હું પૂછું છું કે થેન્ક યુ શા માટે? તમે બધા તો મારા બાળકો છો. મારા બે બાળકો છે અને તેઓ બંને આઈઆઈટી દિલ્હીમાં ભણ્યા છે. જો તેમની પરીક્ષાઓ રદ થઈ ગઈ હોત, તો હું તેમના માટે પણ આ જ કરી રહ્યો હોત અને તેમના માટે પણ લડી રહ્યો હોત. તમે બધા મારા બાળકો છો, એટલે હું તમારા માટે પણ એ જ રીતે લડી રહ્યો છું જેમ પોતાના બાળકો માટે લડી રહ્યો હોઉં.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક બાળકોએ પોતાની ખૂબ જ ઊંડી લાગણીઓ શેર કરી છે. જેમ કે અબુ બશર લખે છે, “હેલો સર, આ મારો ત્રીજો પ્રયાસ છે. મેં 2024માં 1.5 લાખ કોચિંગ ફી આપીને પેપર આપ્યું હતું. સારા ગુણ લાવ્યો, પરંતુ ત્યારે પણ પેપર લીક થઈ ગયું. હવે આ વર્ષે માત્ર સેલ્ફ સ્ટડી કરીને આપ્યું. પરીક્ષા સારી ગઈ અને પરિવાર સાથે સેલિબ્રેટ પણ કરી લીધું, પરંતુ પેપર રદ થઈ ગયું. સાચે સર, ખૂબ ડિપ્રેસ્ડ છું.” વિકાસ યાદવ લખે છે, “આ મારો પાંચમો અટેમ્પ્ટ હતો. મેં આ પરીક્ષા માટે ખૂબ મહેનત કરી હતી. છેલ્લા 2 મહિનામાં ક્યારેક માત્ર 3 કલાક જ સૂતો હતો સર. 3 મે માટે અમે માનસિક રીતે તૈયાર હતા, હવે 21 જૂન માટે મોટિવેશન ક્યાંથી લાવું સર?” એક બાળકએ લખ્યું છે, “હવે મારામાં હિંમત બાકી નથી.” આ શું છે બાળક? હિંમત બાકી નથી એટલે શું?
અરવિંદ કેજરીવાલે આગળ વિદ્યાર્થીઓને એક મંત્ર આપ્યો કે પોતાનો ઇરાદો મજબૂત કરી લો કે મારે ડોક્ટર બનવું જ છે, કોઈ પણ હાલતમાં બનવું જ છે. ભલે કેટલી પણ મુશ્કેલીઓ આવે, ભલે કેટલો પણ સંઘર્ષ કરવો પડે. એકવાર જ્યારે તમે દૃઢ નિશ્ચય કરી લો છો, ત્યારે આ બ્રહ્માંડની બધી શક્તિઓ તમારી મદદ કરે છે અને ભગવાન પણ તમારી મદદ કરે છે. તમે બધા ડોક્ટર બનશો. કોઈ પણ હાલતમાં હિંમત હારવાની નથી. 21 જૂનની સારી રીતે તૈયારી કરો.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે કેટલાક લોકોએ મને લખ્યું છે કે સર પેપર લીક થવું બંધ થઈ શકે શું? બિલકુલ થઈ શકે. આમ આદમી પાર્ટીની 10 વર્ષ દિલ્હીમાં સરકાર હતી, એક પણ પેપર લીક થયું નથી. 4 વર્ષથી પંજાબમાં સરકાર છે, એક પણ પેપર લીક થયું નથી. આવું એટલા માટે કારણ કે અમે લોકો ઈમાનદાર છીએ. જો સિસ્ટમની ટોચ પર બેઠેલા લોકો ઈમાનદાર હોય, તો પેપર લીક નહીં થાય. અને જો સિસ્ટમની ટોચ પર બેઠેલા લોકો બેઈમાન અને ભ્રષ્ટ હોય, તો રોજ પેપર લીક થશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે કેટલાક બાળકોએ લખ્યું છે, “સર અમારી પાસે એટલા પણ પૈસા નથી કે અમે બસનું ભાડું ઉઠાવી શકીએ.” તો હું બુધવારે પંજાબ જઈ રહ્યો છું અને મુખ્યમંત્રી ભગવંત માન સાથે વાત કરીશ. ઓછામાં ઓછું પંજાબમાં જે દિવસે તમારી પરીક્ષા હશે, અમે બસોમાં તમારા આવવા-જવાનો ખર્ચો મફત કરી દેશું. હિંમત હારશો નહીં. અમે તમારા સાથે છીએ અને ભગવાન તમારા સાથે છે. તમે બધા જરૂર ડોક્ટર બનશો.
“આપ”ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે એક્સ પર કહ્યું કે પ્રિય નીટના વિદ્યાર્થીઓ, તમારા અગણિત સંદેશાઓ અને તમારી લાગણીઓની ઊંડાઈએ મને ખૂબ ભાવુક કરી દીધો છે. તમે મારા પર જે અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તેના માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સમયે સંપૂર્ણ મજબૂતી સાથે ડટેલા રહો. આજે જ આ દૃઢ સંકલ્પ લો કે અમે ડોક્ટર બનીને જ રહીશું. ઈશ્વર તમારું સૌનું કલ્યાણ કરે.




