વડોદરાના વેપારી ગિરિશભાઈ શાહના દીકરી ૪૬ વર્ષીય જીગીશાબેને શાહ અગામી તા.૩ ડિસેમ્બરે Ahmedabad ખાતે દીક્ષા ગ્રહણ કરશે. તેઓ એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા અને બીએસસીનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પુર્ણ કર્યા બાદ અમદાવાદના શૈલભાઈ શાહ સાથે લગ્ન થયા છે.

જીગીશાબેને એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે, બે પુત્રોએ પણ દીક્ષા લીધી છે

લગ્નજીવનથી બે દીકરાઓનો જન્મ થયો અને બંને દીકરાની દીક્ષા ગચ્છાધિપતિ આચાર્ય યુગભૂષણસુરી મહારાજના હસ્તે મુંબઈમાં થઈ અને તેઓ પ્રવરભૂષણ વિજયજી મહારાજ (ઉ.૧૭) તથા રતભૂષણવિજયજી મહારાજ (ઉ.૧૫) બન્યા.ઘર માં ગૃહચૈત્ય જીનાલય અને જીગીશાબે ના માસી મહારાજ સાધ્વી જીનેન્દ્રશ્રીજી મહારાજની પ્રેરણાથી ધર્મમાર્ગે આગળ વધી તા.૩જી ડિસેમ્બર ૨૦૨૪ ના દિવસે બોપલ અમદાવાદ ખાતે દીક્ષા અંગીકાર કરશે. જે અનુસંધાને આજે અલકાપુરી જૈન સંઘમાં જીગીશાબેનને અંતિમ | સાંસારિક વિદાય નો બહુમાન કાર્યક્રમ યોજાયો હતો.