રાજ્યમાં હાલ અંગ દઝાડતી ગરમી અને બફારાના બેવડા અનુભવ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ તમામ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે ખેડૂતો સહિત રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ ચોમાસું ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે અને ચોમાસું મહારાષ્ટ્ર પહોચી ગયુ છે. ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસું 15મી જૂને બેસે છે પરંતુ આ વખતે 15મી જૂન પહેલા ચોમાસું બેસી જાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
હવામાન વિભાગે આગામી 7 દિવસ માટેની આગાહી કરતાં જણાવ્યુ છે કે, રાજ્યમાં સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયુ છે. જેના કારણે ગુજરાતમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે. આ સાથે થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે એટલે ગાજવીજ અને ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં થંડર સ્ટ્રોમ એક્ટિવિટી થશે. એટલે કે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ તરફ 8 જૂનના દિવસે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં વરસાદ રહેશે. આ સાથે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ રહેશે.