ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો આજે શપથ લીધા છે. પેટાચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભાજપનો વિજય થયો હતો. ગુજરાતમાં લોકસભા સાથે 5 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ હતી. ગુજરાતમાં પાંચ નવા ચૂંટાયેલા ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની હાજરીમાં આજે 11 કલાકે શપથ લીધા છે. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

લોકસભા ચૂંટણીમાં જીત બાદ દેશના વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીએ શાસન સંભાળ્યા બાદ આજે નવ નિયુક્ત ધારાસભ્યોની આજે 11 કલાકે શપથ વિધિ યોજાઈ હતી. ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો. સી.જે ચાવડા,અર્જુન મોઢવાડિયા,ચિરાગ પટેલ, અરવિંદ લાડાણી અને ધર્મેન્દ્રસિંહ આજે વિધાનસભાના ધારાસભ્યપદે શપથ ગ્રહણ કર્યા હતાં.

ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીની સાથે ધારાસભ્યોની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ડૉ. સી.જે.ચાવડા અને અર્જુન મોઢવાડિયા આજે ધારાસભ્ય તરીકેના શપથ લીધા છે. વિજાપુરથી સી.જે. ચાવડા, પોરબંદરથી અર્જુન મોંઢવાડિયા, ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠકના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી શપથ લેવડાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોરબંદર પેટાચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જૂન મોઢવાડીયાની જીત થઈ છે. અર્જુન મોઢવાડિયાને કુલ 1,33,163 મત મળ્યા હતા. માણાવદર પેટાચૂંટણીની વાત કરીએ તો, આ બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી વિજેતા થયા છે. મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા સીટ પર ભાજપના સી.જે.ચાવડાની જીત થઇ છે. વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠકની વાત કરીએ તો, ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ખંભાત બેઠકની વાત કરીએ તો, આ બેઠક પરથી ભાજપના ચિરાગ પટેલ વિજેતા થયા છે.