ગાંધીનગરના સચિવાલય સુધી મેટ્રો ટ્રેનની સુવિધા આજથી શરૂ થઈ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, અત્યાર સુધી અમદાવાદથી ગાંધીનગરના સેક્ટર-1 સુધી મેટ્રો ટ્રેન દોડતી હતી. આજથી અમદાવાદ-ગાંધીનગર વચ્ચે સાત નવા મેટ્રો સ્ટેશનની પણ શરૂઆત થઈ છે. નાગરિકોને દર અડધા કલાકે સચિવાલય આવવા માટે મેટ્રો ટ્રેન મળશે.
