Mehsana: મહેસાણા જિલ્લાના મીઠા અને જોટાણા વચ્ચેના રસ્તા પર એક ભયાનક અકસ્માત સર્જાયો. ટેમ્પો અને મોટરસાઇકલ વચ્ચે જોરદાર ટક્કર થતાં ભારે આગ લાગી ગઈ. ટક્કર બાદ બાઇકમાં આગ લાગી ગઈ. બાઇક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા.
બાઇક અને ટેમ્પોના અકસ્માતમાં બે યુવાનોના કરુણ મોત થયા.
આ અકસ્માતથી આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, મૃતકોમાંથી એક જોટાણાનો રહેવાસી અને બીજો ખારા ગામનો રહેવાસી હતો. ઘટનાની માહિતી મળતાં, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી.
બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, અને અકસ્માત સંદર્ભે વધુ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.





