ભાવનગરના પ્રજા વત્સલ મહારાજ કૃષ્ણકુમારસિંહજીના નાના પુત્ર શિવભદ્રસિંહજીનું નિધન થયું છે. જેમને લોકો મહારાજકુંવર તરીકે ઓળખતા હતા. તેમના પાર્થિવદેહને નિવાસસ્થાને દર્શન માટે રાખવામાં આવશે. દેશ અને દુનિયાભરના અલગ અલગ સ્થળોએ રહેતાં તેમના સ્વજનો તેમના અંતિમ દર્શન માટે ભાવનગર આવશે. મહારાજકુંવરની વિદાય અંગેની જાણ તમામ સ્વજનોને કરી દેવાઈ છે . આજે બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી ભાવવિલાસ પેલેસમાં દર્શન માટે પાર્થિવદેહ રખાશે.

શિવભદ્રસિંહ ગોહિલના નિધનથી રાજવી પરિવારમાં શોકનો માહોલ છવાય ગયો છે. તેઓનો જન્મ તે સમયના ભાવનગર રાજ્યના રાજમહેલ નિલમબાગ પેલેસમાં ડિસેમ્બર 23 ડિસેમ્બર 1933ના રોજ થયો હતો. હાલમાં તેઓ ભાવનગરના ગૌરીશંકરળ તળાવને કીનારે આવેલા ભાવવિલાસ પેલેસ નામનાં આવાસમાં રહેતા હતા. તેમણે 1975માં ભાવનગરમાં “ઘી ભાવનગર વાઇલ્ડ લાઇફ કન્ઝરવેશન સોસાયટી”ની સ્થાપના કરી હતી. તેમણે પોતાને વારસામાં ભાલનાં વેળાવદર ગામ પાસે મળેલી સમગ્ર જમીન વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન રચના કરવા માટે પોતાનો હક્ક જતો કરીને ભારત સરકારને ભેંટ આપેલી છે.

તેઓ 1962 થી 1972 દરમ્યાન એમ.એલ.એ. પણ રહી ચુક્યા છે. સ્વાધ્યાય પરીવારનાં પાંડુરં આઠવલેજીના સંસર્ગમાં આવ્યા પછી એમણે વધુ ચુંટણી લડવાનું માંડી વાળ્યું અને પોતાનું સમગ્ર ધ્યાન વન્ય-સંરક્ષણમાં લગાડ્યું છે. ગુજરાત સરકારની સિંહ-વિષયક-તજજ્ઞોની સમીતી જ્યારથી ગઠીત થઇ ત્યારથી તેઓ એના સભ્ય છે અને સિંહોની વસ્તી ગણત્રી વખતે પોતાની સેવાઓ આપે છે. ભાવનગર પાસે આવેલ ખોડીયાર માતાજીના મંદિરના ટ્રસ્ટી છે