Kutch: જિલ્લાના ગાંધીધામ નજીક આવેલા પડાણા વિસ્તારમાં એક રૂદ્રાક્ષ કેમિકલ કંપનીમાં શનિવારે (4 ઓક્ટોબર) મોટી દૂર્ધટના સર્જાઈ છે. જેમાં કંપનીમાં કામ કરતાં બે શ્રમિકો ટેન્ક પર વેલ્ડિંગની કામગીરી દરમિયાન નીચે પડતાં તેમના મોત ઘટનાસ્થળે જ થયા હતા.
પ્રાથમિક માહિતી દરમિયાન 28 વર્ષિય ચંદન દિલીપ દાસ અને 30 વર્ષીય પ્રણબ ડીંડા નામના બે શ્રમિકો કંપનીમાં આવેલી પાણીની ટાંકી પર વેલ્ડીંગનું કામ કરવા ચઢ્યા હતા. આ દરમિયાન ટાંકીની આસપાક પાણી ઢોળાયેલું હોવાથી બંનેનો પગ લપસ્યો હતો અને જોશભેર નીચે પટકાયા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી કંપનીના અન્ય કર્મચારીઓ અને સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ?? સહિતની પ્રશ્નોને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
- Sulakshana pandit: સુપ્રસિદ્ધ ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે અવસાન
- America મધ્ય પૂર્વમાં 19 સ્થળોએ હાજર છે. હવે તે દમાસ્કસમાં સૈનિકો કેમ તૈનાત કરી રહ્યું છે?
- Türkiye માં શાંતિ મંત્રણા ચાલુ છે, જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર બીજો હુમલો કર્યો છે
- Somalia: ભારતથી દક્ષિણ આફ્રિકા જઈ રહેલું જહાજ સોમાલિયાથી કબજે; ચાંચિયાઓને શંકા
- Pm Modi એ કહ્યું, “પ્રથમ તબક્કાના મતદાનમાં NDAને મોટી લીડ મળી છે, આવતીકાલે બે સ્થળોએ ચર્ચા થશે.”





