Kutch: જિલ્લાના ગાંધીધામ નજીક આવેલા પડાણા વિસ્તારમાં એક રૂદ્રાક્ષ કેમિકલ કંપનીમાં શનિવારે (4 ઓક્ટોબર) મોટી દૂર્ધટના સર્જાઈ છે. જેમાં કંપનીમાં કામ કરતાં બે શ્રમિકો ટેન્ક પર વેલ્ડિંગની કામગીરી દરમિયાન નીચે પડતાં તેમના મોત ઘટનાસ્થળે જ થયા હતા.
પ્રાથમિક માહિતી દરમિયાન 28 વર્ષિય ચંદન દિલીપ દાસ અને 30 વર્ષીય પ્રણબ ડીંડા નામના બે શ્રમિકો કંપનીમાં આવેલી પાણીની ટાંકી પર વેલ્ડીંગનું કામ કરવા ચઢ્યા હતા. આ દરમિયાન ટાંકીની આસપાક પાણી ઢોળાયેલું હોવાથી બંનેનો પગ લપસ્યો હતો અને જોશભેર નીચે પટકાયા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાથી કંપનીના અન્ય કર્મચારીઓ અને સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.
આ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
આ મામલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોનું પાલન થયું હતું કે કેમ?? સહિતની પ્રશ્નોને આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
- Indigo Crisis : સોમવારે આ રૂટ પર ખાસ ટ્રેનો દોડશે, જેમાં 18 ટ્રેનોને વધારાના કોચ મળશે – વિગતો તપાસો
- Ahmedabad: પોલીસે 7 ગાય તસ્કરોની ધરપકડ કરી, પશુઓના જીવ બચાવ્યા અને 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો
- Jamnagar: બે પાટીદાર યુવાનોને ગોળી મારી દેવાની ધમકી, પૂર્વ જિલ્લા ભાજપ નેતા સામે પોલીસ ફરિયાદ
- Kutch: સવારે 9 વાગ્યે 150 ફૂટ ઊંડા બોરવેલમાંથી એક યુવાન મૃત હાલતમાં મળી આવ્યો
- Gujarat: ગેઝેટમાં જાહેરનામું પ્રકાશિત કરવું પૂરતું નથી, તે જનતા માટે ઉપલબ્ધ કરાવવું જોઈએ: ગુજરાત હાઇકોર્ટનો આદેશ





