Kutch : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યાં વાતાવરણમાં બ્લેકઆઉટના પગલે બંદર તથા જુદી-જુદી કંપનીઓની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે ટેન્કર, ડમ્પર, ટ્રેઈલરોનાં પૈડાં થંભી ગયાં હતાં તેમજ જિલ્લા બહાર જતાં વાહનો રાત્રે બ્લેકઆઉટ થાય ત્યારે થંભી જતાં અને વહેલી સવારે નીકળતાં હોવાનું બહાર આવ્યું હતું.
જેના કારણે ગંતવ્ય સ્થાનો ઉપર એકાદ-બે દિવસ આવાં વાહનો મોડાં પહોંચ્યાં હતાં. દરમ્યાન ડમ્પર, ટેન્કર, ટ્રેઈલર સંગઠનો, સંચાલકોએ દેશસેવા કરવા તમામ પ્રકારની તત્પરતા બતાવી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ખાવડા, સીરક્રીક, નાગોર અને છેક આદિપુરમાં પણ પાડોશી મૂલકના ડ્રોનનો મલબો આવીને નીચે પટકાયો હતો.
આવામાં સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ કંડલા બંદર તથા અન્ય ઔદ્યોગિક એકમોની ગતિવિધિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.જેના કારણે માલવાહક વાહનોના ચાલકો, માલિકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો..
- CBSE OSM પોર્ટલમાં મોટી સુરક્ષા ખામીનો દાવો, એથિકલ હેકરનો ખુલાસો; સિસ્ટમ હેક કરવી બની શકે છે સરળ
- Mehsana: નિવૃત્ત શિક્ષક દંપતીએ પક્ષીઓ માટે પોતાની જમીન દાનમાં આપી, તેને પક્ષી અભયારણ્યમાં ફેરવી દીધી
- Gujaratમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’: 568 બાંગ્લાદેશીઓની ધરપકડ, 5000 રૂપિયા આપીને આધાર કાર્ડ બનાવ્યા
- Gujarat: સાસુને ધમકી આપી, પુત્રવધૂનું અપહરણ કર્યું… દોષિત આરોપીએ પેરોલમાંથી ભાગીને ભૂતપૂર્વ પ્રેમિકાનું કર્યું અપહરણ
- Gujarat: શિક્ષિકા પત્નીની હત્યા બાદ મૃતદેહ સળગાવ્યો, આચાર્યની ક્રૂરતા સામે આવી




